કંડલામાં સામાન્ય મુદ્દે છ શખ્સોએ માતા-પિતા અને પુત્ર સહિત ચાર લોકો પર કર્યો જીવલેણ હુમલો
copy image

કંડલામાં સામાન્ય મુદ્દે છ શખ્સોએ માતા-પિતા અને પુત્ર સહિત ચાર લોકો ઉપર છરી-ધોકા વડે હુમલો કરી દેતાં મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ બનાવ અંગે સલીમ ઉર્ફે પટેલ મામદ બુચડે ફરિયાદ નોંધાવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કંડલા મીઠાં પોર્ટ ખાતે ત્રણ રસ્તા નજીક ગત તા 30ના બપોરના સમયે બલેનો કારમાં આવેલા આરોપીએ મારા વિરુદ્ધ જેમ તેમ કેમ બોલતા હતા તેવું કહી મુસ્તાક પર છરી વડે હુમલો કરી દીધો હતો. ઉપરાંત વચ્ચે પડેલા ફરિયાદી અને જુનસ બુચડને છરી વાગતા તેઓ ઘાયલ થયા હતા. ઉપરાંત પાછળથી આવેલા બે શખ્સોએ પણ છરી-ધોકા વડે માર માર્યો હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે હુમલામાં ફરિયાદીના પત્ની ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.