ભુજમાંથી ચિત્રો પર દાવ લગાડી જુગાર રમાડતા બે શખ્સોની થઈ ધરપકડ

copy image

copy image

ભુજમાંથી ચિત્રો પર દાવ લગાડી જુગાર રમાડતા બે શખ્સોને પોલીસે દબોચી લીધા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, સુમરા ડેલી નજીક શોપિંગ સેન્ટરની દુકાન બહાર દીવાલની આડસમાં અમુક ઈશમો પૈસાની હારજીતનો જુગાર-રમી રમાડી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ પાડી અહીથી ચિત્રો પર દાવ લગાડી જુગાર રમાડતા બે ઈશમોને રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.