ભુજમાંથી ત્રણ મહિલા સહિત કુલ પાંચ ખેલીઓની થઈ ધરપકડ

copy image

copy image

ભુજમાંથી રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ત્રણ મહિલા સહિત કુલ પાંચ ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ બી-ડિવિઝન પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, હંગામી આવાસના છેવાડાના મકાનની સામે જાહેર સ્થળે અમુક ઈશમો જુગાર રમીએ રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી જુગાર રમતા ત્રણ મહિલા સહિત કુલ પાંચ ખેલીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.