ભુજમાંથી તીનપત્તીનો જુગાર રમતા પાંચ ખેલીઓની થઈ ધરપકડ
copy image

ભુજમાંથી તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલિસેની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ભુજના રેલવે સ્ટેશન નજીક બાપાદયાળુ નગરમાં વરંડામાં કોઈ ઈશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે ત્યારે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી 17,320ની રોકડ સાથે પાંચ જુગારીઓને દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી તમામ મુદ્દમાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.