બિહાર ના મતદારોએ વિકાસ ના નામે એન.ડી.એ. ને મતદાન કર્યું – વિનોદભાઇ ચાવડા

બિહારના મતદારોએ એન.ડી.એ. માં સંપુર્ણ વિશ્વાસ વ્યક્ત કરી ૨૦૦ ની આસપાસ સીટો પર જીતનો
પશ્ચ્મ લહેરાવ્યો તેમ જણાવતા કચ્છ ના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ સાંસદ સંપર્ક સદન – ભુજ ખાતે
એન.ડી.એ. જીતની ખુશાલી કરી હતી.
માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજી અને નિતિશ કુમાર દ્વારા ગત પાંચ વર્ષમાં વિવિધ યોજનાઓ ને
કારણે બિહાર ના મતદારોએ વિકાસના નામે મતદાન કરી ભારત નવનિર્માણ અને યુવા પ્રતિભાઓ ને પ્રોત્સાહન
મહિલા શશક્તિકરણ માં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમ જણાવ્યુ હતું. સર્વે ભારતીય જનતા પક્ષ – જેડીયુ અને સાથી
પક્ષો ને અભિવાદન પાઠવ્યા હતા. કાર્યકરો ને બિરદાવ્યા હતા.
સાંસદ સંપર્ક સદન મધ્યે સાંસદશ્રી ના શુભેચ્છકો – સ્નેહીજનો – ભાજપ ના કાર્યકરો બહોળી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા. ફટાકડા ફોડી દરેક કાર્યકરો ને મીઠું મોઢું કરાવી ઉજવણી કરી હતી.