ભુજ શહેર વિસ્તારમાંથી ગુમ થયેલ સગીર વયની છોકરીને શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ

ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૧૩૮/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૧૩૭(૨) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોઇ જેમા આ કામેના ફરીયાદી જીલેદાર જીતલાલ પ્રજાપતી નાઓની સગીર વયની દિકરી ઉ.વ.૧૫ વાળીનુ કોઇ ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જઇ ગુનો કરેલ.

જેથી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ઉપરોક્ત વણશોધાયેલ ગુનો તાત્કાલિક અસરથી શોધી દિકરીને પરત લાવવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી જે.બી.જાદવનાઓના તાત્કાલિક અસરથી અપહરણ થયેલ દિકરીને શોધી કાઢવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓની એક ટીમ બનાવેલ જેમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઇ જોષી, રણજીતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ રાઠોડ, જયદેવસિંહ જાડેજા તથા જીવરાજભાઇ ગઢવીનાઓ સદર ગુનો શોધી કાઢવા માટે તપાસમાં હતા દરમ્યાન નવીનભાઇ જોષી તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓને હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે માહિતી મળેલ કે, ઉપરોક્ત ગુમ થયેલ દિકરી હાલે સખી વન સ્ટોપ, ભુજ ખાતે હાજર છે જેથી તુરંતજ એલ.સી.બી. ટીમ દ્વારા હકીકત વાળી જગ્યાએ જઇ દિકરીને એલ.સી.બી. ઓફીસ લઇ આવી દિકરીના પિતાને બોલાવી તેમને દિકરી સોપી આગળની કાર્યવાહી માટે ભુજ શહેર એ ડીવીઝન મોકલાવેલ છે.