ભુજ આર.ટી.ઓ ખાતે ૪-વ્હીલર LMV કારના પસંદગીના નંબર મેળવવા ગોલ્ડન, સિલ્વર નંબરોની નવી સિરિઝ GJ-12-FHનું ઓક્શન કરાશે

પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, ભુજ– કચ્છ દ્વારા ૪-વ્હીલર LMV કારની નવી સિરિઝ  GJ-12-FH માટે ગોલ્ડન અને સિલ્વર નંબરો સહિત તમામ નંબરોનું ઓક્શન કરવામાં આવનાર છે. ઓનલાઇન અરજી ૨૭/૧૧/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાકે શરૂ થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૯/૧૧/૨૦૨૫, સમય સાંજે ૦૪ કલાક સુધી રહેશે. ઇ-ઓક્શનની શરૂઆત તારીખ ૨૯/૧૧/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી, ઇ-ઓક્શન સમાપ્ત તારીખ ૦૧/૧૨/૨૦૨૫, સમય સાંજે ૪ કલાક સુધી થશે. સુવર્ણ-ગોલ્ડન નંબર માટે ફીના દર રૂ.૪૦૦૦૦ રહેશે. રજત-સિલ્વર નંબર માટે ફીના રૂ.૧૫૦૦૦ રહેશે. આ નંબરો સિવાયના અન્ય નંબરો માટેનો ફીનો દર રૂ. ૮૦૦૦ રહેશે.

પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહન માલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન https://parivahan.gov.in/fancy પર કરાવીને પસંદગીના નંબર મેળવી શકશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ભુજ-કચ્છની યાદીમાં જણાવાયું છે.