NPCI એ UPI મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફ્રેમવર્ક લાગુ કર્યું

NPCI એ UPI મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફ્રેમવર્ક લાગુ કર્યું છે. આ ફ્રેમવર્કમાં 2000 રૂપિયાથી ઓછાના તમામ UPI ટ્રાન્ઝેક્શન અને નાના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન (P2PM) ને સંપૂર્ણપણે ફ્રી રાખવામાં આવ્યા છે. એટલે કે 2000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ નહીં લાગે. જ્યારે 2000 રૂપિયાથી વધુની રકમ પર 0.4% ચાર્જ આપવો પડશે. જોકે મહત્તમ ચાર્જ 300 રૂપિયા જ રહેશે.
કોના પર કેટલો ચાર્જ લાગશે?
રૂ. 2000 સુધીના પેમેન્ટ: કોઈ ચાર્જ નહીં.
રૂ. 2000થી વધુના પેમેન્ટ: વેપારીએ 0.4%નો MDR આપવો પડશે. ઉદાહરણ તરીકે 5000 રૂપિયાના પેમેન્ટ પર વેપારીએ 0.4% એટલે કે 20 રૂપિયા ચાર્જ આપવો પડશે.
રૂ. 75000 અને તેથી વધુના પેમેન્ટ: MDR ની મહત્તમ સીમા રૂ. 300 પ્રતિ ટ્રાન્ઝેક્શન રહેશે. એટલે કે 1 લાખ રૂપિયાના પેમેન્ટ પર 0.4% લેખે 400 રૂપિયા નહીં, પરંતુ માત્ર 300 રૂપિયા જ ચાર્જ આપવો પડશે.
યુપીઆઈ QR કોડ દ્વારા દર મહિને રૂ.1 લાખ સુધીનું પેમેન્ટ મેળવતા નાના વેપારીઓને MDRમાંથી છૂટ આપવામાં આવશે. એટલે નાના દુકાનદારો અને વેપારીઓ માટે આ વ્યવસ્થામાં વધારાનો ચાર્જ નહીં આવે.
-રેલવે, વીમા, પેટ્રોલ પંપ, વીજળી-પાણી જેવા યુટિલિટી બિલ અને શિક્ષણ ફી જેવા ક્ષેત્રોમાં રૂ.2,000થી વધુના પેમેન્ટ પર 0.4% MDRની જગ્યાએ માત્ર રૂ.5 પ્રતિ ટ્રાન્ઝેક્શનનો ફ્લેટ ચાર્જ લાગશે.
-મ્યુચ્યુઅલ ફંડ, સિક્યોરિટીઝ અને સ્ટોક બ્રોકર્સને કરવામાં આવતા પેમેન્ટ પર 0.02% MDR લાગશે. અહીં પણ પ્રતિ ટ્રાન્ઝેક્શન મહત્તમ ચાર્જ રૂ.300 નક્કી કરવામાં આવ્યો છે.
નવો MDR નિયમ શું છે?
આ એક ચાર્જ છે જે વેપારીઓએ UPI ના માધ્યમથી 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ લેવા પર આપવો પડશે. આ ચાર્જ ગ્રાહકો પર લાદવામાં આવશે નહીં, તેમના માટે UPI પહેલાની જેમ જ મફત રહેશે. આ નિયમ 15 ઓક્ટોબર, 2026 થી લાગુ થશે.