મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૂચના હેઠળ રસ્તાના રીસર્ફેસીંગ અને સમારકામ તથા રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની સૂચના અનુસાર રાજ્યમાં રસ્તાના રીસર્ફેસીંગ અને સમારકામ તથા રોડ બનાવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લામાં ડામર પ્લાન્ટ શરૂ કરી રસ્તાના રીસર્ફેસીંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) ભુજ દ્વારા માંડવી-ગઢશીશા-મંગવાણા-યક્ષ રસ્તાના કિ.મી.૨/૦ થી ૩૨/૦ તથા માંડવી-કોઠરા-જખૌ રસ્તાના કિ.મી.૫૭/૦ થી ૮૩/૦ માં રીસર્ફેસીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત કોડાય-રાયણ રસ્તાના કિ.મી.૦/૦ થી ૮/૨૦૦ માં રીસર્ફેસીંગની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકોને ઉત્તમ પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય), કચ્છ કટિબદ્ધ છે.