ગાંધીધામમાં બે બાળકીઓની છેડતી કરનાર નરાધમ વિરુદ્ધ ફોજદારી

copy image

copy image

ગાંધીધામમાં રેડક્રોસ ચાર રસ્તા નજીક બે બાળકીઓની છેડતી કરનાર એક શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગાંધીધામના રેડક્રોસ ચાર રસ્તા નજીક ગત દિવસે બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. અહી બે નાની બાળકીઓ પસાર થઈ રહી હતી તે દરમ્યાન આરોપી ઈશમે આવી આ નાની બાળકીઓની છેડતી કરી હતી.  ગભરાઈ ગયેલી બંને બાળકીઓ ઘરે આવી અને પોતાના પરીવારને તમામ  વાત કરતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ મામલે પોલીસે નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.