ભારતીય ચલણી નોટો જેવી દેખાતી રૂપિયા ૫૦૦ના દરની નોટોના બંડલ દેખાડી છેતરપીંડી કરતા ત્રણેય આરોપીઓને પકડી પાડતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનીરીક્ષકશ્રી, ચિરાગ કોરડિયાસાહેબ, બોર્ડર રેન્જ, ભુજ કચ્છ, તથા પોલીસ અધિક્ષકશ્રી, સાગર બાગમારસાહેબ, પૂર્વ-કચ્છ (ગાંધીધામ), તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડાસાહેબ, ભચાઉ વિભાગ,ભચાઉનાઓ તરફથી જીલ્લામાં બનતા મિલ્ડત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા તથા અટકાવવા સુચના અને માર્ગદર્શન આપેલ હોઈ જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એ.જાડેજાનાઓને ખાનગી બાતમી હકિકત મળેલ કે આરોપીઓ (૧) જમનશા ભચલશા શેખ તથા (૨) નશીરશા અકબરશા શેખ તથા (3)યુનુસશા લતિફશા શેખ રહે.ત્રણેય કનૈયાબે તા.ભુજ નાઓ ઇન્સ્ટાગ્રામમાં સાચી ચલણી નોટો બતાવી એક લાખના ચાર લાખ આપવાની લાલચ આપી મનોરંજન બેન્કના નોટોના બંડલ આપી અજાણ્યા માણસોનો સંપર્ક કેળવી લોકોનો વિશ્વાસમાં લઈ તેઓની સાથે છેતરપીંડી કરવાના ઇરાદાથી પોતાની સફેદ કલરની સ્વીફ્ટ ગાડી રજી.નંબર-GJ 06 FC 0580 વાળી લઈને ભુજ બાજુથી મોગલધામ (કબરાઉ) તરફ આવી રહેલ છે.જે બાતમી હકિકત આધારે આરોપીઓની વોચ ગોઠવી નીચે જણાવેલ ઇસમોને છેતરપીંડીના ગુનાને અંજામ આપતા પહેલા ભારતીય બનાવટની ચલણી નોટો તથા ભારતીય બનાવટની સાચી નોટો જેવી લાગતી ભારતીય મનોરંજન બેન્ક તથા ચિલ્ડ્રન બેંક ઓફ ઇંડીયા લખેલ નોટોના બંડલો સાથે ત્રણેય આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓ:-
(૧) જમનશા ભચલશા શેખ ઉ.વ.૨૫
(૨) નશીરશા અકબરશા શેખ ઉ.વ.૨૨
(3)યુનુસશા લતિફશા શેખ ઉ.વ.૧૯ ૨હે.ત્રણેય કનૈયાબે તા.ભુજ

શોધાયેલ ગુનાઓ:-
(૧)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૪૨૫૦૯૫૩/૨૦૨૫ બી.એન.એસ.કલમ ૩૧૮(૪), ૩૧૬(૨),૬૨,૬૧(૨)(એ),૩(૫),૩૩૬(૨), ૩૩૬(૩),૩૪૦(૨) મુજબ
આરોપી જમનશા ભચલશા શેખ ઉ.વ.૨૫ રહે.નવા કનૈયાબે તા.ભુજ કચ્છનો ગુનાહિત ઇતિહાસ
(૧)અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં-૧૧૯૯૩૦૦૩૧૦૮૦/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૨૯૪(ખ),૫૦૬ (२),११४
(૨)અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં-૧૧૯૯૩૦૦૩૨૪૦૧૪૪/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૪૦૬,૪૨૦,૫૦૬ (૨),૧૨૦ (બી)
(3)અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં-૧૧૯૯૩૦૦૩૨૪૧૫૬૨/૨૦૨૪ બી.એન.એસ ડલમ ૩૧૦(૨), ૩૦૯(૬),૩(૫) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫
આરોપી નશીરશા અડબરશા શેખ ઉ.વ.૨૨ રહે.નવા કનૈયાબે તા.ભુજ કચ્છનો ગુનાહિત ઈતિહાસ
(૧) અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૯૯૩૦૦૩૨૪૧૫૬૨/૨૦૨૪ બી.એન.એસ કલમ ૩૧૦ (૨),૩૦૯(૬),૩(૫) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫
આરોપી યુનુસશા લતિફ્ફા શેખ ઉ.વ.૧૯ ૨હે.નવા કનૈયાબે તા.ભુજ કચ્છનો ગુનાહિત ઈતિહાસ
(૧)પધ્ધર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૨૦૫૦૪૪૨૪૦૪૪૧/૨૦૨૪ ઈ.પી.કો કલમ ૩૨૩,૨૯૪ (બી),૫૦૬(૨),૪૨૭ ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫
મોડેશ ઓપરેટીસ:-
આ કામના આરોપીઓ ઇન્સ્ટાગ્રામમાં સાચી ચલણી નોટો બતાવી એક લાખના ચાર લાખ આપવાની લાલચ આપી મનોરંજન બેન્કના નોટોના બંડલ આપી અજાણ્યા માણસોનો સંપર્ક કેળવી લોકોનો વિશ્વાસમાં લઇ તેઓની સાથે છેતરપીંડી કરવાની એમ.ઓ ધરાવે છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.જાડેજા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર ડી.જે.ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.