મોરબીના લાલપર નજીકથી નકલી માલનું કારખાનું ઝડપાયું

image-156

copy image

copy image

મોરબી ખાતે આવેલ લાલપર નજીકથી નખલી માલનું કારખાનું ઝડપી પાડવામાં આવેલ છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે લાલપર નજીકના  કારખાનામાં કંપનીના ટ્રેડ માર્કનો ગેરકાયદે ઉપયોગ કરી તેમાં ટાઇલ્સ ચોંટાડવાનું ડુપ્લીકેટ કેમિકલ ભરી બજારમાં સસ્તા ભાવે વેંચવાનું કૌભાંડ સામે આવ્યું છે. વધુમાં માહિતી મળી રહી છે હાથ ધરવામાં આ કાર્યવાહી દરમ્યાન આ કારખાનામાંથી 15.18 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. પોલીસે બેગ વેચનાર તથા બેગ બનાવી આપનાર ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.