જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી કેટેગરી ‘ C’  વેસલ્સના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ મેળવ્યા બાદ ઓપરેશન પરમિશન મેળવવા સબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રટેશ્રીની કચેરીએ અરજી કરવાની રહેશે

બંદરો અને વાહનવ્યવહાર વિભાગ, ગુજરાત સરકારના દ્વારા નોટિફિકેશનથી ગુજરાત ઈનલેન્ડ વેસલ (રજિસ્ટ્રેશન, સર્વે અને ઓપરેશન ઓફ કેટેગરી ‘C’ ઇનલેન્ડ વેસલ્સ)  રૂલ્સ, ૨૦૨૪ જાહેર કરવામાં આવ્યા છે. ઈનલેન્ડ વેસલ્સ (સર્વે અને સર્ટિફિકેશન) નિયમો, ૨૦૨૨ના નિયમોના નિયમ-૬ હેઠળ કેટેગરી ‘C’ માં આવતા વેસલ્સ (૧૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતા વેસલ્સ) તથા નોટિફિકેશનના નિયમ (૨)(૧)(ઈ) હેઠળ આવતા કેટેગરી ‘ C’ વેસલ્સ (૧૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતા પ્લેઝર ક્રાફ્ટ)ના રજિસ્ટ્રેશન માટે રજિસ્ટ્રાર તરીકેની સત્તા સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને આપવામાં આવી છે.

કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટો છે. સ્થાનિક તાલુકાકક્ષાએ લોકોને વિવિધ સેવાઓ ઝડપથી, સુચારૂપણે અને સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી ઓપરેશન પરમિશન આપવાના અધિકારો સબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને એનાયત કરવામાં આવે છે. આ અધિકારો મ્યુનિસિપલ કોર્પોરેશન સિવાયના વિસ્તારો માટે જ લાગુ રહેશે. આથી હવે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા કેટેગરી કેટેગરી ‘C’ માં આવતા વેસલ્સની રજિસ્ટ્રેશન અંગેની પ્રક્રિયા જ પૂર્ણ કરવામાં આવશે જે બાદ ઓપરેશનલ પરમિશન મેળવવા માટે અરજદારોએ સબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીને ત્યાં અરજી કરવાની રહેશે તેમ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.