માંડવી નલિયા રોડ પર મોલમાં આગ ફાટી નકળતા ધોડદામ મચી

આગનો બનાવની જાણ ભુપેન્દ્ર સલાટને મોબાઈલ મારફતે કરવામાં આવતા માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમના ભીમજી ફુફલ અને અરવિંદ ડાભી તરત જ બનાવ સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં તપાસ કરતા જ્યાં આગ લાગી હતી તે પ્રયાસ મોલની ઉપર ડિવાઈન હોસ્પિટલ પ્રસૂતિ ગૃહ હોવાથી વધુ નુકશાન ન થાય તે માટે તત્કાલીસ આગ પર કાબુ મેળવવા પ્રયાસો કર્યા હતા અને આખરે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ ઓલવવાની સફળ કામગીરી એક કલાક સુધી ચાલુ હતી. આ સફળ કામગીરીમાં ડોક્ટર પ્રતિકભાઈ સોલંકી, હોસ્પિટલ સ્ટાફ, માંડવી પોલીસ સ્ટેશનના રામભાઈ ગઢવી, દેવાભાઈ આહિર, કિરણભાઈ ચૌધરી, પ્રયાસ મોલના હરજીભાઇ વેકરીયા સહિતના યુવાનો મદદે દોડી આવ્યા હતા.