ભાજપ દ્વારા સંવિધાન ગૌરવ દિવસે પૂજન કરાયું

વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન માન. નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વ માં દેશ વિકસિત ભારત તરફ હરણફાડ ભરી રહ્યું છે ત્યારે કેન્દ્રમાં દેશનું સુકાન સાંભળ્યું ત્યારબાદ 26 મી નવેમ્બર, 2015 થી સંવિધાન દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે કચ્છ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દવારા ભુજ ખાતે ડો. આંબેડકર ની પ્રતિમા ને આગેવાનો કાર્યકરો દવારા હારારોપણ કરી તેમની ફોટા નું પૂજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા ભાજપ ના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ની આગેવાની માં સમગ્ર કચ્છ જિલ્લા માં તમામ મંડળો માં સંવિધાન દિવસ મનાવવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દવારા આયોજિત કાર્યક્રમ માં જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા અને ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને હારારોપણ કરી તેમની પ્રતિમા નું પૂજન કરવામાં આવ્યું હતું. આગેવાનો એ ભારતીય જનતા પાર્ટી દવારા ડો. બાબા સાહેબ અને સંવિધાન ને આપવામાં આવેલ માન સન્માન અને કોંગ્રેસ દવારા કરવામાં આવેલ અપમાન અંગે વિગતવાર જણાવ્યું હતું. વિશેષ માં હાલમાં નિમણુંક થયેલ ગુજરાત સરકાર ના મંત્રીમંડળ માં પણ અનુસૂચિત જાતિ ના ત્રણ ધારાસભ્યો ને મંત્રીમંડળ માં સ્થાન આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી એ હંમેશા સંવિધાન નું માન સન્માન જાળવ્યું હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમ માં જિલ્લા ભાજપ સંગઠન ના નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જયંત માધાપરીયા, રાહુલભાઈ ગોર,પચાણ સંજોટ, વિજુબેન રબારી, પ્રફુલસિંહ જાડેજા,શહેર ભાજપ પ્રમુખ મિત ઠકકર,તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી,કેડીસીસી ચેરમેન દેવરાજભાઇ ગઢવી, લીગલ સેલના હેમસિંહ ચૌધરી,રિતેન ગોર, ઘનશ્યામભાઈ ઠકકર સહિત સંગઠન ના આગેવાનો, નગરપાલિકા ના કાઉન્સિલરો, મહિલા મોરચાના આગેવાનો ઉપસ્થિતિ રહી સંવિધાન પૂજન માં ભાગ લીધો હતો.
જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ અશોકભાઈ હાથી ની આગેવાની માં જિલ્લા તેમજ શહેર અનુસૂચિત મોરચા એ કાર્યક્રમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ ના મીડિયા સહ ઇન્ચાર્જ ચેતનભાઈ કતીરા ની યાદીમાં જણાવાયું હતું.