માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લાલ પથ્થરનું ખનન કરતા લોડર તથા પથ્થર કાપવાની ચકરડીઓ ત્રણ પકડી કાયદેસરની કાર્યવાહી કરતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.
જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ નવીનભાઇ જોષી તથા જયદેવસિંહ જાડેજાનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન સુરેન્દ્રસિંહ ઝાલા તથા નવીનભાઈ જોષીનાઓને બાતમી હકીકત મળેલ કે, વિરેન્દ્રસિંહ દાદુભા પઢીયાર રહે. મીરજાપર તા.ભુજ વાળો મખણા ગામની દક્ષિણ બાજુની સીમ વિસ્તારમાં ગેરકાયેદસર રીતે લાલ પથ્થર (બેલા)નું ખનન કરે છે અને હાલે તેની આ ગેરકાયદેસર પ્રવૃતી ચાલુમાં છે. જેથી મળેલ બાતમી હકીકત આધારે તપાસ કરતા સદર જગ્યાએ વિરેન્દ્રસિંહ દાદુભા પઢીયાર ઉ.વ.૨૨ રહે.મીરજાપર તા. ભુજ વાળો હાજર મળી આવેલ તેમજ ખાણની અંદર ખાણ કામ કરતા બે ઇસમો કપિલદેવ અશોકકુમાર બીંદ ઉ.વ.૨૭ રહે.સીમ વિસ્તાર મખણા તા.ભુજ મુળ રહે. મીરજાપર તા.ભુજ તથા લોડર ડ્રાઇવર નુરમામદ મુસા જત ઉ.વ.૩૫ રહે પીરવાળી(મખણા) તા.ભુજ વાળા હાજર મળી આવેલ અને અહીં લાલ પથ્થર કાપવાની ઇલેકટ્રીક મોટર વાળી લોખંડની ત્રણ (૩) ચકરડીઓ અલગ- અલગ જગ્યાએ તથા એક લોડર પડેલ જોવામાં આવેલ અને અહી આજુ-બાજુમાં લાલ પથ્થર (બેલા)નુ ખનન થયેલ જોવામાં આવેલ. જેથી મજકુર હાજર મળી આવેલ ઇસમ પાસે સદર જગ્યાએ લાલ પથ્થર (બેલા)નુ ખનન કરવા બાબતે કોઇ લીઝ આવેલ છે કે કેમ? તેમજ આ બાબતેના કોઇ આધાર-પુરાવા હોઇ તો રજુ કરવા જણાવતા તેઓની પાસે આવા કોઇ આધાર પુરાવા નહી હોવાનુ જણાવેલ. જેથી આ બાબતે માનકુવા પોલીસ સ્ટેશન ખાતે જાણવા જોગ દાખલ કરાવવા રીપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
મુદ્દામાલ
- લાલ પથ્થર કાપવાની ચકરડીઓ નંગ-૦૩ કિં.રૂા.૧,૩૫,૦૦૦/-
- લોડર રજી.નં.જીજે-૧૨-એએન-૪૨૮૮ કિં.રૂ.૧,૦૦,૦૦૦/-