મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ આજે જિલ્લાના વિધાનસભા વાઇઝ નક્કી કરેલા ૧૪ સ્થળોએ ગણતરી ફોર્મ જમા કરવાનો ખાસ ઝુંબેશ કેમ્પ યોજાયો

ભારતના ચૂંટણીપંચના આદેશ અનુસાર કચ્છ જિલ્લાના ૬ વિધાનસભા વિસ્તારમાં
તા.૧/૧/૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive
Revision-2026 ) જાહેર કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતર્ગત હાલમાં ગણતરીનો તબક્કો
(Enumaration Form) ચાલી રહ્યો છે. ઉક્ત કામગીરી સુચારૂ રીતે સમયસર પૂર્ણ થાય તે આવશ્યક
છે. જે સંદર્ભે અત્રેના જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કચ્છના નેતૃત્વ અને માર્ગદર્શન
હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ ૬ વિધાનસભા મતદાર વિભાગોમાં તા.૨૯/૧૧/૨૦૨૫ (શનિવાર) અને
તા.૩૦/૧૧/૨૦૨૫ (રવિવાર) બે દિવસીય ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે . જે હેઠળ આજે
તા.૨૯/૧૧/૨૦૨૫ (શનિવાર) ના પ્રથમ દિવસે બહોળી સંખ્યામાં મતદારોએ કેમ્પનો લાભ લીધો
હતો.આજરોજ જિલ્લા ના ૧૪ સ્થળોએ યોજાયેલા કેમ્પમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ
(SIR-2026) અન્વયે બાકી રહેતા મતદારો જેઓને ગણતરી ફોર્મ મળેલ ન હોય, અથવા ગણતરી ફોર્મ
પરત આપવાનું બાકી હોય તેવા મતદારોને ગણતરી ફોર્મ (EF) ભરવા, સને ૨૦૦૨ની મતદારયાદીમાંથી
પોતાનું કે માતા-પિતા-દાદા-દાદીનું નામ શોધવા અને ભરેલા ગણતરી ફોર્મ સ્વીકારવા સહિતની કામગીરી
કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે,આવતીકાલે તા.૩૦-૧૧-૨૦૨૫ સવારે ૧૦-૦૦ કલાકથી સાંજના ૫-
૦૦ કલાક સુધી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મતદારો ગણતરી ફોર્મ ભરીને
(Enumaration Form) સદર કેમ્પ ખાતે જમા કરાવી શકશે.
જેથી કચ્છ જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન Enumaration Form ભરવાનું બાકી
હોય તો તાત્કાલિક ભરી દેવા અને સદર નક્કી કરેલ કેમ્પ ખાતે જમા કરાવવા ઉક્ત સમય અને
તારીખે યોજાનાર ખાસ કેમ્પનો લાભ લેવા માટે જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર, કચ્છ દ્વારા અપીલ કરવામાં
આવે છે.