ભચાઉમાં માર્ગ નવીનીકરણની પૂરજોશમાં થતી કામગીરી

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર રોડ રસ્તાની રિસર્ફેસિંગ અને સમારકામની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. જે અંતર્ગત ભચાઉમાં માર્ગ અને મકાન
પંચાયત વિભાગ હસ્તકના વોંધડા વિજપાસર લખપત આધોઈ ૧૪.૦૦ કિ.મી. લંબાઈના માર્ગનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે.
આ માર્ગના નવીનીકરણ માટે ગાંધીધામ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી માલતિબેન મહરીએ સરકારમાં રજૂઆત કરતાં, ગુજરાત સરકાર દ્વારા વોંધડા વિજપાસર લખપત આધોઈ
ગ્રામ્યમાર્ગના નવીનીકરણ માટે ૪૯૦.૦૦ લાખ જેટલી રકમ મંજૂર કરવામાં આવેલ હતી. મંજૂર થયેલા માર્ગનું કાર્ય જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ ભચાઉ-કચ્છ
દ્વારા શરૂ કરવામાં આવતા ખેડૂતો વિદ્યાર્થીઓ તેમજ રહેવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. આ કામગીરી નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીની દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે. આ કાર્ય પૂર્ણ થતા
સ્થાનિક ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનું માર્ગ પરિવહન વધુ સુરક્ષિત અને સરળ બનશે અને મુસાફરોને રાહત મળી રહેશે.