સંસ્કૃત ભાષાના વિકાસ માટે કટિબધ્ધ ગુજરાત સરકાર

દેવભાષા સંસ્કૃત ભારતીય સંસ્કૃતિના પાયાના પથ્થર સમાન છે. સાંપ્રત સમયમાં વિદેશી ભાષા, પશ્ચિમ સંસ્કૃતિના ચલણ વચ્ચે આપણી પ્રાચીન ભાષાથી ખાસ કરીને નવી પઢી વિમૂખ થઇ રહી હોય તેવું ચિત્ર ખડું થયું છે. ત્યારે રાજ્ય સરકાર સંસ્કૃત ભાષાના વિકાસ અને સંવર્ધન માટે કટિબદ્ધ બની છે તે ખરેખર સરાહનીય છે, તેવું ગીતા જયંતી મહોત્સવ અંતર્ગત કચ્છમાં સંપૂર્ણ ગીતા પઠન સ્પર્ધામાં ગીતાજીના ૭૦૦ શ્લોક કંઠસ્થ કરીને અવ્વલ રહેનાર ભુજના સંસ્કૃતના અભ્યાસુ તથા નિવૃત આચાર્યશ્રી નૂતનબેન મહેતા જણાવ્યું હતું.
દુનિયાની સૌથી પ્રાચીન ભાષાનું ગૌરવ ભારત દેશને મળ્યું છે. સંસ્કૃતએ સૌથી પ્રાચીન ભાષા તથા દેવોની ભાષા છે. સંસ્કૃત સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે, વર્તમાન સમયની બધી જ ભાષાઓનો ઉદ્દભવ સંસ્કૃત ભાષા માંથી થયેલો હોવાનું જાણવા મળે છે. તેમ છતાં વર્તમાન સમયમાં તેનું મહત્વ અન્ય ભાષાઓ જેટલું ન હોતા કેન્દ્ર અને રાજ્ય સરકાર તેના સંવર્ધન, સંરક્ષણ તથા નવી પેઢી સુધી આ ભાષાનું મહત્વ પહોંચે તે માટે પ્રયાસશીલ છે. આ અંતર્ગત જ રાજ્ય સરકારે શ્રીમદ્ ભગવદ ગીતા યોજના સહિત અન્ય ચાર યોજનાનું અમલીકરણ કર્યુ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જે સંસ્કૃત ભાષા તથા ગીતાજીના જ્ઞાનને ઘર ઘર સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે તેવું નૂતનબેને જણાવ્યું હતું.
નૂતનબેને જણાવ્યું હતું કે, છેલ્લા૪ દાયકાથી વધુ સમયથી તેઓ સંસ્કૃત ભાષાના પ્રચાર- પ્રસાર માટે કાર્ય કરી રહ્યા છે. સંસ્કૃતના શિક્ષકથી લઇને સામાજીક સેવાના કાર્યો થકી તેઓ ગીતાજી તથા સંસ્કૃતથી નવી પેઢી પરિચીત થાય તે માટે કાર્ય કરે છે. તેઓ જણાવે છે કે, તેઓને નાનપણથી ભગવદ ગીતાના ૭૦૦ શ્લોક કંઠસ્થ છે. ગીતાજી માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ દેવવાણી છે. તે આજના સાંપ્રત સમયમાં લોકોને વિવિધ ક્ષેત્રે માર્ગદર્શક ગ્રંથ છે. આજે જ્યારે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સંસ્કૃત ભાષાના વિકાસ અને સંવર્ધન માટે કાર્યશીલ છે ત્યારે તેમને હું અભિનંદન પાઠવું છું.