ભચાઉના નમસ્કાર જૈન તીર્થમાં થયેલ ચોરીના ગુનામાં સંડોવાયેલ રાજસ્થાન રાજયની “ગરાસીયા ગેંગ”ના સાગરીતોની થઈ ધરપકડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સુચના માર્ગદર્શન આપવામાં આવેલ.
ગઇ તા.૨૧-૨૨/૧૧/૨૦૨૫ ના રાત્રિના સમયે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નમસ્કાર જૈન તીર્થ છાડવાડા ના પરીસરમાંથી પથ્થરની જાળી તોડી અંદર પ્રવેશી ભગવાનની મુર્તિ ઉપરથી મુગટ,કુંડળ,હાર તથા દાનપેટી તોડી રોકડ રકમની મંદિર ચોરીનો બનાવ બનવા પામેલ. જેથી આ બનાવ સબંધે પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા તાત્કાલીક ચોરી વાળી જગ્યાની વિઝીટ કરવામાં આવેલ અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ.જેમા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા લોકલ ક્રાઇમ બ્રાન્ચ,પુર્વ કચ્છ ગાંધીધામ તથા પોલીસ ઇન્સપેકટર એ.એ.જાડેજા ભચાઉ પો.સ્ટે.નાઓની આગેવાનીમાં અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ એનાલીસીસ તથા સી.સી.ટી.વી.ના માધ્યમથી આરોપીનું પગેરૂ મેળવતા જેમા મંદિરના પથ્થર ઘસાઇ કામ કરેલ જુના કારીગરો સંકળાયેલ હોવાનુ જણાઇ આવતા તે આધારે આરોપીઓની તપાસ કરતા તે આરોપીઓ રાજસ્થાન બાજુ નાશી ગયેલ હોવાનું જણાઇ આવતા રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરી આરોપીઓની શોધખોળ કરી રાજસ્થાનનાં ગોગંદા ઘાટીનાં જંગલોમાં ડુંગર ઉપર રાત્રિના સમયે સર્ચ કરી નીચે મુજબના ગરાસીયા ગેંગ ના આરોપીઓને મંદિર ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ.
પકડાયેલ આરોપીઓનાં નામ
(૧) ભીમારામ ઉર્ફે ભીમો સ/ઓ ખુમારામ ગરાસીયા ઉ.વ. ૨૫ રહે.ઉપલા ભીમાણા,પો.સ્ટે.-નાણાં, તા.બાલી,જી.પાલી રાજસ્થાન
(૨) મોહનલાલ સ/ઓ સોમારામ ગરાસીયા ઉ.વ. ૩૮ રહે. રહે.ઉપલા ભીમાણા, પો.સ્ટે.-નાણાં, તા.બાલી,જી.પાલી રાજસ્થાન
પકડવાનો બાકી આરોપીનું નામ
(૧) હીરારામ ઉર્ફે હરીયા જેઠારામ ગરાસીયા રહે.ઉપલા ભીમાણા,પો.સ્ટે.-નાણાં, તા.બાલી,જી.પાલી રાજસ્થાન
શોધાયેલ ગના-
(૧) ભચાઉ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૯૪૭/૨૫ બી.એન.એસ.ક.૩૦૫(ડી),૩૩૧(૪),૫૪
કબ્જે કરેલ મુદ્દામાલ
સોના ચાંદીના મુગટ – ૩ કિ.રૂ. ૧,૧૦,૦૦૦/-
સોના ચાંદીના વરખ વાળા હાર-૨ કિ.રૂ. ૨૫૦૦/-
કાનનાં કુંડળ-૬ કિ.રૂ.૬૦,૦૦૦/-
મોબાઇલ નંગ-૨ કિ.રૂ. ૧૦,૫૦૦/-
કુલ કિ.રૂ.૧,૮૩,૦૦૦/-
આરોપીનો ગુનાહિત ઈતીહાસ
(૧) હીરારામ ઉર્ફે હરીયા જેઠારામ ગરાસીયા રહે.ઉપલા ભીમાણા,પો.સ્ટે.-નાણાં, તા.બાલી,જી.પાલી રાજસ્થાન
કેલવા પો.સ્ટે. (જી.રાજસમંદ ) ગુ.ર.નં. ૧૦૧/૧૭ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦
રેવદર પો.સ્ટે.(જી.શિરોહી) ગુ.ર.નં. ૦૨/૧૮ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦
અનદરા પો.સ્ટે.(જી.શિરોહી) ગુ.૨.નં. ૧૩૧/૧૭ ઇ.પી.કો.૪૫૭,૩૮૦
નાણા પો.સ્ટે. (જી.પાલી) ગુ.૨.નં. ૦૪/૨૫ આર્મ્સ એક્ટ ૨૫(૧-બી)
આરોપીઓની ગુનો કરવાની રીત:-
આ કામેના આરોપી મોહનલાલ સ/ઓ સોમારામ ગરાસીયાનાઓ પથ્થર કોતરણી કામના જાણકાર હોઈ તેઓ સદર ચોરી થયેલ મંદિરનું પથ્થર કોતરણી કામ કરેલ હોઈ જેથી સદર મંદિરની ભૌગોલીક પરિસ્થિતીથી વાકેફ હોઈ જેથી તેઓ પોતાની ગેંગ બનાવી તેઓ પોતે ન આવી તેના વિસ્તારના માણસોને મોકલી મદદગારી કરી સદર ચોરીને અંજામ આપેલ છે.
આ કામગીરી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા ભચાઉ વિભાગ તથા પોલીસ ઇન્સપેક્ટરશ્રી એન.એન.ચુડાસમા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પોલીસ ઇન્સપેકટરશ્રી એ.એ.જાડેજા ભચાઉ પો.સ્ટે. તથા પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી ડી.જી.પટેલ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એલ.સી.બી.સ્ટાફ તથા ભચાઉ પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.