અંજારમાં લોકો પાસેથી આંકડો લેનાર શખ્સ પોલીસની ગિરફ્તમાં

copy image

copy image

અંજારમાંથી જાહેરમાં લોકો પાસેથી આંકડો લેનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજારના ટાઉનહોલ પાસે ઊભા રહી એક શખ્સ લોકો પાસેથી આંકડા લઈ રહ્યો છે, મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી આરોપીને દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.