બળદિયામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એકની થઈ ધરપકડ

copy image

બળદિયામાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, કચ્છમાં ચાઇનીઝ તુક્કલ-લેન્ટર્ન તથા માંજા વગેરે પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું જારી કરાયું છે. ત્યારે પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, બળદિયા ગામેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચાઇનીઝ દોરી સાથે કોઈ ઈશમ હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી હકીકત વાળા સ્થળ પરથી  પ્રતિબંધિત પ્લાસ્ટિકની ચાઇનીઝ દોરીની 25 ફિરકી કિં. રૂા. 6900 સાથે એક શખ્સની ધરપકડ થઈ હતી. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.