અપહરણના ગુનાને અંજામ આપનાર ઈસમોની ગણતરીના કલાકોમાં થઈ ધરપકડ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ-ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ દ્વારા આસપાસના જીલ્લામાં બનતા શરીર સંબધી તથા મિલકત સંબધી ગુનાઓ અટકાવવા તથા આવા પ્રકારના ગુનાને અંજામ આપનાર ઈસમોને સત્વરે પકડી પાડવા સારૂ એકબીજા પોલીસ સ્ટેશનના સંકલનમાં રહીને ગુનાને અંજામ આપનાર ઈસમોને ઝડપથી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ સુચના આપેલ હોય.
જે અન્વયે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના વિસ્તારમાં દિનદયાળનગર સર્કલ પાસેથી કોઈ અજાણ્યા ઈસમોએ સાહેદનું અપહરણ કરીને થાર ગાડીથી અંજાર બાજુ રવાના થયેલ છે જેવી ખાનગી બાતમી હકિકત મુજબ પો.ઇન્સ.શ્રી એસ.એમ. રાણા, નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ઈન્ચાર્જ પો.સબ ઇન્સ. એમ.એચ.પટેલ નાઓ સર્વલન્સ ટીમ સાથે સદર ગુના કામે સંડોવાયેલ આરોપીને પકડી પાડવા સારૂ ખાનગી બાતમી હકિકત મુજબ રવાના થયેલ અને ગાંધીધામ શહેર બી ડિવીઝન પો.સ્ટે ના પો.ઈન્સશ્રી એસ.વી.ગોજીયા સાહેબને સદર બનાવ બાબતે વાકેફ કરીને અપહરણ કરનાર ઈસમોથી માહિતગાર કરેલ અને સદર ગુના કામેના આરોપીને ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી ગાંધીધામ શહેર બી ડિવીઝન પો.સ્ટેના સર્વલન્સ ટીમ તથા ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટેના સર્વલન્સ ટીમના માણસોએ એકબીજાના સંકલનમાં રહિને ગુનાને અંજામ આપનાર ઈસમોને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામુ
(૧) સુલતાન ગનીભાઈ છુછીયા ઉ.વ.૨૮ રહે. મકાન નં.૨૪ સેવન કોલોની કિડાણા તા.ગાંધીધામ
(૨) આરીફ ઉર્ફે આશીફ ગનીભાઈ છુછીયા ઉ.વ.૨૧ રહે. મકાન નં.૨૪ સેવન કોલોની કિડાણા તા.ગાંધીધામ
(૩) ફરીદ રહીમભાઈ જામ ઉ.વ.૨૧ રહે.લાડકવાસ કિડાણા તા.ગાંધીધામ
રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ
થાર ગાડી જેના રજી.નં.જી.જે.૩૯.સી.બી.૯૨૮૬ જેની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
દાખલ કરવામાં આવેલ ગુનાની વિગત
ભુજ શહેર બી ડિવીઝન પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૦૫૦૪૩૨૫૧૪૬૭/૨૦૨૫ બી.એન.એસ કલમ.
૧૧૫(૨), ૩૦૮(૪), ૧૩૭(૨) ૨૯૬(બી), ૩૫૧(૩),૫૪ તથા
જી.પી.એક્ટ કલમ
૧૩૫(૧) મુજબ
–
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
(૧) સુલતાન ગનીભાઈ છુછીયા ઉ.વ.૨૮ રહે. મકાન નં.૨૪ સેવન કોલોની કિડાણા તા.ગાંધીધામ વાળાનો ગુનાહિત ઈતીહાસ
આદીપુર પો.સ્ટે.ના એ પાર્ટ ગુ.ર.નં. ૧૮૦/૨૦૨૨ આઈ.પી.સી કલમ ૩૯૨, ૩૪૧, ૨૯૪(ખ) મુજબ
ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૮૪૪/૨૦૨૪ આઈ.પી.સી કલમ ૩૮૪, ૩૮૬, ૫૦૬(૨), ૨૯૪(ખ), ૧૧૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫ તથા ગુજરાત નાણા ધીરનાર અધિનીયમ કલમ ૪૨(એ), ૪૨(ડી), ૪૭ મુજબ
–
(૨) આરીફ ઉર્ફે આશીફ ગનીભાઈ છુછીયા ઉ.વ.૨૧ રહે. મકાન નં.૨૪ સેવન કોલોની કિડાણા તા.ગાંધીધામ વાળાનો ગુનાહિત ઈતિહાસ
મુજબ ગાંધીધામ બી ડિવીઝન પો.સ્ટે ના એ પાર્ટ ગુ.ર.નં.૦૨૮૧/૨૦૨૫ બી.એન.એસ કલમ ૨૨૩
–
(૩) ફરીદ રહીમભાઈ જામ ઉ.વ.૨૧ રહે.લાડકવાસ કિડાણા તા.ગાંધીધામ વાળાઓ ગુનાહિત ઈતિહાસ
સુરક્ષા
ગાંધીધામ એ ડિવીઝન પો.સ્ટે ના એ પાર્ટ ગુ.ર.નં.૧૫૪૦/૨૦૨૪ બી.એન.એસ કલમ ૨૮૫
આ કામગીરીમાં એસ.એમ.રાણા પોલીસ ઇન્સપેકટર ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ના તથા એસ.વી.ગોજીયા પોલીસ ઈન્સપેક્ટર ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ એમ.એચ.પટેલ તથા ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા ગાંધીધામ શહેર બી ડીવીઝન પો.સ્ટેના સર્વલન્સ ટીમના કર્મચારીઓ જોડાયેલ હતા.