હેલ્મેટ જાગૃતી ડ્રાઈવનું આયોજન કરી કામગીરી કરતી નખત્રાણા પોલીસ

મે.પોલીસ મહાનિરિક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પશ્ચિમકચ્છ જિલ્લા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિશ્ચિયન સાહેબનાઓ તરફથી જિલ્લામાં ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે હેતુથી ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અને નિયમ ભંગ કરતા વાહન ચાલકો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ.

. જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી. ભગોરા સાહેબનખત્રાણા વિભાગ નખત્રાણા નાઓ તરફથી પણ જરુરી સુચના મળતા પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ.મકવાણાનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ નખત્રાણા પોલીસ સ્ટેશન દ્વારા હેલ્મેટ જાગ્રુતી ડ્રાઈવનું આયોજન કરી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ પહેરાવી ગુલાબ આપીને ટુ વ્હીલર ચાલકોને સન્માનીત કર્યા તથા હેલ્મેટ પહેરવાથી થતા રક્ષણ અંગે સમજ કરી તથા કુલ્લે ૩૬૦ વાહન ચેકીંગ કરવામાં આવેલ અને ટ્રાફિક નિયમનું ભંગ કરતા કુલ્લે ૫૮ વાહન ચાલકોને એન.સી.આપેલ તેમાથી હેલ્મેટ એન.સી-૪૮ તથા અન્ય,બ્લેક ફિલ્મ, સીટ બેલ્ટ જેવી ૧૦ RTO NCઆપવામાં આવેલ છે.