નાની-મોટી તુંબડીમાં પવનચક્કીના થાંભલાઓ પરથી 1 લાખના એલ્યુમિનિયમ વાયરની ઉઠાંતરી
copy image

મુંદરા ખાતે આવેલ નાની-મોટી તુંબડીના સીમ વિસ્તારમાંથી પવનચક્કી માટે લાગેલા થાંભલાઓ પરથી રૂા. એક લાખના એલ્યુમિનિયમ વાયરની ઉઠાંતરી થયાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, કે.વી.જી.જી.એન. સેનરજી પ્રા.લિ. કંપનીની નાની અને મોટી તુંબડીની સીમમાં પવનચક્કી માટે થાંભલાઓ પર બે માસ પૂર્વે એલ્યુમિનિયમ વાયર લગાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ ગત તા. 3/11ના રાત્રીના સમયે અહીના 14 થાંભલામાંથી 2000 મીટર વાયર જેની કિં. રૂા. એક લાખની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયેલ છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.