થાનમાં રહેણાંક મકાનમાં ફ્રીજ બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી : સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં

થાનમાં જય અંબે સોસાયટીમાં રહેણાંક મકાનમાં ફ્રીજ બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. સદનસીબે, ઘરના સભ્યો સમયસર બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી., ફ્રીજમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના કારણે ઘરમાં ઝડપથી આગ પ્રસરી ગઈ હતી. આખા મકાનમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.
આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા, ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે.

રિપોર્ટર જયેશભાઇ મોરી