કચ્છમાં રણોત્સવનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ માટે ૩ ડિસેમ્બરથી ભુજથી ધોરડો બસ સેવા શરૂ કરાશે

કચ્છના ધોરડો સફેદ રણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “ધોરડો રણોત્સવ” નું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા કચ્છમાં રણોત્સવનો આણંદ માણવા આવતા પ્રવાસીઓ માટે ભુજથી ધોરડો બસ સેવા શરૂ કરવામાં આવશે. તેમજ ધોરડો સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર પહોંચવા સુધી પહોંચવા પ્રવાસીઓને મુશ્કેલી ઉભી ન થાય તે હેતુથી અવર જવર માટે સ્પેશિયલ ૧૦ મીની બસ સેવા શરૂ કરવામાં આવનારી છે.

ભુજથી ધોરડો અવર જવર માટે વધારાની 03 ટ્રીપો ચાલશે. જેમાં ભુજથી ધોરડો સવારે ૦૮.૦૦ કલાકે, બપોરે ૧૫.૪૦ કલાકે, સાંજે ૧૭.૦૦ કલાકે (દર પૂનમે) ભુજથી ધોરડો (નિયમિત) સવારે ૦૯.૧૫ કલાકે, બપોરે ૧૪.૩૦ કલાકે, સાંજે ૧૯.૦૦ કલાકેઅને ધોરડોથી ભુજ સવારે ૧૦.૩૫ કલાકે, સાંજે ૧૮.૩૫ કલાકે, રાત્રે ૨૩.૦૦ કલાકે (દર પૂનમે) ધોરડોથી ભુજ (નિયમિત) સવારે ૦૭.૦૦ કલાકે, સવારે ૧૧.૩૦ કલાકે, સાંજે ૧૬.૫૦ કલાકે દરમિયાન ચાલશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, ભુજ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવનાર વધારાની 03 ટ્રીપો બસ સેવા ભુજથી ઉપડી વાયા ભીરંડીયારા, લોરીયાથી ધોરડો રૂટ પર ચાલશે જેનો કચ્છના લોકલ નાગરિકો તેમજ પ્રવાસીઓને મહત્તમ લાભ મળી રહેશે. આ સેવાની ટિકિટનું એસ.ટી. દ્વારા નિમવામાં આવેલ બુકીંગ એજન્ટ, GSRTC Official મોબાઈલ એપ તથા નિગમની વેબસાઈટ www.gsrtc.in પરથી પણ ઓનલાઈન બુકિંગ કરી શકાશે તેવું વિભાગીય નિયામકશ્રી એસ.ટી ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.