ગાંધીધામમાં પીધેલા એસ.ટી. ચાલક સામે ફોજદારી
copy image

સૂત્રો જણાવી રહ્યા છે ગાંધીધામમાં પીધેલા એસ.ટી. ચાલક સામે ગુનો નોંધાવવામાં આવેલ છે. વધુમાં મળતી વિગતો મુજબ, ગાંધીધામના ઇફકો ગેટ નજીક ટાગોર રોડ પર એસ.ટી. બસના ચાલકે પીધેલી હાલતમાં અકસ્માત સર્જતાં પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવેલ છે. રાજ્ય કન્ટ્રોલ રૂમમાંથી ઇફકો નજીક એસ.ટી. ચાલકે પીધેલી હાલતમાં તથા લોકોએ તેને રોકી લીધો હોવાની વરધી મળેલ હતી, જેથી પોલીસ સ્ટાફ ત્યાં પહોંચેલ અને અહી આવી તપાસ કરતાં આ એસટી ચાલક પીધેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ એસટી ચાલક સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.