રોયલ્ટી કે પાસ પરમીટ વગર ખનીજ ભરેલ ટાટા એસ ટ્રક પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી LCB પશ્ચિમ કચ્છ-ભુજ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અનુશંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર.જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. વિકેશભાઇ રાઠવા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગઢવી, વિક્રમસિંહ ગોહિલ, લાખાભાઇ રબારી તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઇ ખટાણાનાઓ નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન વિક્રમસિંહ ગોહિલ તથા અનિલભાઇ ખટાણાઓની બાતમી હકીકત આધારે નલિયા-માંડવી હાઇવે ઉપર આવેલ હોથીવાંઢ ગામના બસ સ્ટેશન પાસે કોઠારા બાજુથી ટાટા એસ ટ્રક નં-GJ-01-CX-2237 વાળી આવતા તેને ઉભી રખાવી ચેક કરતા ટ્રકમાં રેતી(ખનીજ) આશરે ૦૮ ટન ભરેલ હોય જેથી વાહન ચાલક નારણ સુલતાન અબ્દુલા પરમાર ઉ.વ.૩૭ રહે.નલિયા તા.અબડાસા વાળા પાસે રોયલ્ટી પાસ-પરમીટ માગતા રોયલ્ટી પાસ-પરમીટ ન હોઇ જે અંગે ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ ટ્રક ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.