ભુજમાં વિશ્વ એઈડ્સ દિવસ નિમિતે રેલી યોજાઈ

જાગૃતતા માટે દર વર્ષે ૧ ડિસેમ્બરના રોજ વિશ્વ એઈડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે નિમિત્તે આજ રોજ ICSW
સંસ્થા , શ્રી અદાણી નર્સિંગ કોલેજ, સમગ્ર પ્રોજેક્ટ, ICTC, SSK, એ.આર.ટી ભુજ સંયુક્ત ઉપક્રમે ડોક્ટર મનોજ દવે
ડી.ટી.એચ.ઓ અને DISHA/DAPCU ના માર્ગદર્શન અનુસાર એચઆઈવી એડ્સ જાગૃતિ માટેની રેલી નું આયોજન કરવામાં
આવેલ.
આ રેલી શ્રી GAIMS હોસ્પિટલ ભુજથી શરૂ થઈ, જયુબેલી થઈને , ટાઉન હોલથી કોર્ટ થઈને ફરી GAIMS હોસ્પિટલ
પૂર્ણ થયેલ હતી. દર વર્ષે નવા થીમ અંતર્ગત વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે આ પ્રમાણે છે. થીમ:-” he
official theme of World AIDS Day 2025 is “Overcoming Disruption, Transforming the AIDS Response”
(એઇડ્સ પ્રતિભાવમાં પરિવર્તન લાવતા અવરોધોને દૂર કરવા)
હાલ સમગ્ર કચ્છમાં કુલ 3300 દર્દીઓ એઇડ્સની સારવાર લઈ રહ્યા છે. ભુજની જી.કે.જનરલ હોસ્પીટલમાં
એન્ટિરેટ્રોવાયરાલ સેન્ટરમાં એઇડ્સગ્રસ્ત માટે સારવાર, પરીક્ષણ અને કાઉસેલિંગ સહિતની પ્રવૃત્તિ થાય છે. જન જાગૃતિ માટે
રેલી યોજવામાં આવી.
અસુરક્ષિત યૌન સંબંધ, ચેપગ્રસ્ત લોહી અને સોય – સિરીંજ તેમ જ એઈડ્સગ્રસ્ત માતા દ્વારા જન્મનાર બાળકને
એઇડ્સનો ખતરો હોય છે. એક વખત ચેપ લાગ્યા પછી ઘણા વર્ષો સુધી તેના લક્ષણો જણાતા નથી, એટલે જ બીજાને ચેપ
લાગવાની સંભાવનાઓ વધી જાય છે, તેથી તેને રોકવા અનેક કાર્યક્રમો ચલાવવામાં આવે છે.
જી.કે. જનરલ અદાણી હોસ્પિટલમાં કેન્દ્ર સરકાર પ્રેરિત ચાલતા ગુજરાત એઈડ્સ કંટ્રોલ સોસાયટી અંતર્ગત નવા
કેસોમાં ઘટાડો કરવા અને તેનો ફેલાવો ઓછો કરવા જેવા અનેક લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે, તે મુજબ દવા, સારવાર માટે
એઆરટી એટલે કે એન્ટીરેટ્રોવાયરલ સેન્ટર ચલાવવામાં આવે. એન્ટીરેટ્રોવાયરલ સેન્ટર ખાતે અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિ
કરવામાં આવે છે.
એઆરટી સેન્ટરના તબીબી અધિકારી ડો. ભાનુશાલીએ કહ્યું કે, એન્ટીરેટ્રો વાયરલ એક એવી દવાનું સંયોજન છે,
જેનાથી દર્દીઓનો ઈલાજ થાય છે.આ દવા દર્દીઓએ નિયમિત લેવી પડે છે. જી.કે. જનરલમાં એઇડ્સગ્રસ્ત દર્દીઓ સમગ્ર કચ્છ
માંથી નિયમિત સારવાર લેવા આવે છે.
આ એઆરટી સારવાર દ્વારા એઈડ્સના દર્દીની જીવનની ગુણવત્તા અને આયુષ્ય લંબાવી શકાય છે, અન્ય વાયરલથી
બચી શકાય છે અને સામાન્ય માનવીની જેમ એચઆઇવી પોઝિટિવ દર્દી જીવી શકે છે. આ સેન્ટર મારફતે કાઉસીલિંગ કરવામાં
આવે છે, એઇડ્સગ્રસ્ત પાર્ટનરનું ટેસ્ટિંગ પણ કરવામાં આવે છે તેમજ દર્દીના અનેક જાતના પરીક્ષણ કરવામાં આવે છે. જેથી
એઇડ્સની વધ ઘટની માત્રા જાણી શકાય અને તે મુજબ સારવાર આપી શકાય.
અહીં સમગ્ર પ્રોજક્ટ દ્વરા દર્દીને તબીબી સહાય અને શિષ્યવૃત્તિ અપાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત અત્રે જી.કે.માં
એચ.આઇ.વી. પોઝિટિવ સગર્ભા માતાઓની તપાસ ,સોનોગ્રાફી, સારવાર અને પ્રસુતિ વિના મૂલ્યે કરવામાં આવે છે.
ડાયાલિસિસ,આંખ, હાડકાં, લોહી ચડાવવું, ત્વચા રોગ નિવારણ મેડિસન અને સર્જરી સહિત તમામ સારવાર પણ મળી શકે છે.
જિલ્લા કક્ષાના અધિકારીઓ મુખ્ય જિલ્લા અધિકારીશ્રી ડૉ. મિતેશ ભંડેરી, પ્રોગ્રામ ઓફિસર ડો.મનોજ દવે તથા
મુખ્ય જિલ્લા તબીબી તેમજ જી.કે.ના પલ્મોનોલોજિસ્ટ અને નોડલ ઓફિસર ડો.કલ્પેશ પટેલનું માર્ગદર્શન ઉપલબ્ધ બને છે.