સ્વદેશી અપનાવો

જય અને જાવીકા ની કાળી સ્કોર્પિયો હાઇવે પર ધૂળ ઉડાડતી આગળ વધી રહી હતી. એસી ગાડીની અંદર તેમને બહારની ગરમીનો કોઈ અહેસાસ થતો નહોતો, પણ જય ને અચાનક ગાડી ધીમી કરાવવી પડી. રસ્તાની બાજુમાં, એક નાનકડી ઝૂંપડીની સામે, માટીના સુંદર માટલાં ગોઠવેલા હતા.
ત્યાં, ધૂળ અને ગરમીની વચ્ચે, નવ-દસ વર્ષની એક છોકરી, પ્રીયા, ફાટેલા પુસ્તક પર ઝૂકીને પોતાનું લેસન કરી રહી હતી. તેના ચહેરા પર ગરીબીની કરુણતા ન હોતી, પણ ભણતર મેળવવાની એક મક્કમતા દેખાતી હતી.
પ્રીયાની મમ્મી , રમીલા, ઝૂંપડીની પાછળ માટી ના વાસણ ગોઠવી રહ્યા હતા, અને એના પપ્પા ચાકરા ઉપર માટલા બવાવી રહ્યા હતા
ગાડી માંથી જય એ પોતાનાં બ્રાન્ડેડ ચશ્મા ઉતાર્યા અને રોફથી પૂછ્યું: “એય, શું ભાવ છે આ માટલાંનો ?”
પ્રીયા ઊભી થઈ. તેણે એક માટલું જય ના તરફ ધરી, તેની પર આંગળીથી હળવી ટપલી મારીને મીઠો અવાજ કર્યો, અને કહ્યું: “લો અંકલ, આ અઢીસો રૂપિયા નું છે. પાણી એકદમ ઠંડું થઈ જશે.”
“એય! આ માટીનું બનાવ્યું છે અને અઢીસો રૂપિયા ? ના હોય.. આટલા બધા પૈસા?” જય એ આશ્ચર્ય અને ગુસ્સા સાથે ભાવતાલ શરૂ કર્યો.
જયનો ઊંચો અવાજ સાંભળીને રમીલા બહાર આવી. તેના ચહેરા પર સૂર્યની ગરમી અને મહેનતની થકાવટ સ્પષ્ટ દેખાતી હતી. “હા બોલો સાહેબ. મહેનત ઘણી થાય છે, સાહેબ. આખો દિવસ માટી ખૂંદવી પડે છે. આટલા ભાવ તો થાય જ ને .”
જય અને રમીલા વચ્ચે રકઝક ચાલતી હતી. પ્રીયાનું મોં ઉદાસ થઈ ગયું. તેને ડર હતો કે કદાચ આજે પણ માટલું નહીં વેચાય તો રાત્રે ચૂલો નહીં સળગે
એટલામાં, ગાડીના પાછળના કાચ ખુલ્લાં થયા અને સિલ્કની સાડી પહેરેલાં જય ની પત્ની, જાવીકા , બહાર આવી. “શું કરો છો? આઘા રહો હવે. તમને એક માટલું પણ લેતા નથી આવડતું”
જાવીકા એ જય ને બાજુએ હડસેલી દીધા અને પ્રીયા તરફ સ્નેહથી જોઈને પૂછ્યું: “હા બોલ બેટા, શું ભાવ છે?”
“આન્ટી દિદિ, ₹૨૫૦ છે… પણ પાંચ-દસ ઓછા આપો તો પણ ચાલશે,” પ્રીયાએ ધીમા અવાજે કહ્યું. તેના માસૂમ અવાજમાં આજીજી હતી.
જાવીકા ના ચહેરા પર એક મીઠું સ્મિત આવ્યું. “લે બેટા, આ ₹૫૦૦. તું મને બે માટલા આપી દે.”
જય તરત બોલ્યો “એય! ઊભી રહે. આપણે તો એક જ માટલાની જરૂર છે, ખાલી બા માટલાનું પાણી પીવે છે. આ બે કેમ?”
જાવીકાએ જય તરફ તીક્ષ્ણ નજર કરી અને કહ્યું: “તમને ન ખબર પડે! લે બેટા, બે આપી દે.”
પ્રીયાની આંખોમાં ચમક આવી ગઈ. તે ખરેખર હરખાઈ ગઈ. તેણે તરત જ બે સૌથી સુંદર અને મજબૂત માટલાં કાઢીને આપ્યાં: “લો દીદી! મસ્ત ઠંડું પાણી થશે આમાં!”
જાવીકાએ માટલાં લીધાં અને જયને ગાડીમાં બેસવા ઈશારો કર્યો. “હાલો હવે ગાડીમાં.”
ગાડી ફરી હાઇવે પર દોડવા લાગી. જયએ મનમાં સવાલ પૂછ્યો “સાંભળ, મને હજી સમજાતું નથી. આપણે એક માટલાની જરૂર હતી, તો તેં બે કેમ લીધાં? અને ભાવ પણ કેમ ન કરાવ્યો?”
જાવીકાએ તેમની તરફ જોયું. તેના ચહેરા પર ગંભીરતા હતી. “તમને ખબર ન પડે. જુઓ, પેલી દીકરી પ્રીયા ગરીબ છે. તે ભણે છે અને પોતાના મમ્મી-પપ્પાને મદદ કરે છે. આ એના અને એની મહેનતના પૈસા છે.”
જાવીકાનો અવાજ વધુ દ્રઢ બન્યો “આપણે કોઈ દિવસ બિગ બજાર કે ઑનલાઇન ખરીદીમાં ભાવ ઓછા કરાવીએ છીએ? ના. એ તો કરોડપતિ અને વિદેશી કંપનીઓ હોય છે. જ્યારે આ તો આપણું ઓરિજનલ સ્વદેશી છે, જે મહેનતથી બનાવીને આપે છે. આ તેમની ઈજ્જતની કમાણી છે.”
“આપણે ગરીબને દાન કે ભીખ આપવાની જરૂર નથી. બસ, આજ રીતે પાથરણા અને લારી-ગલ્લા ઉપર બેઠેલા મહેનતું લોકો પાસેથી ખરીદી કરવી જોઈએ. ખબર પડી ને?”
જય ચૂપ થઈ ગયા. તેમને સમજાયું કે આજે તેમણે માટલું નહીં, પણ માનવતાનો એક પાઠ ખરીદ્યો છે.
રેખાએ ઉમેર્યું “એમના ઘરનો ચૂલો પણ આપણા પૈસે સળગે છે. બે માટલાં ખરીદીને આપણે પ્રીયાના ભણતર માટે એક મહિના ની ફી આપી દીધી છે.”
ગાડી દૂર જતી હતી, પણ પ્રીયા અને રમીલાના ચહેરા પર પહેલીવાર આવેલી એ ખુશીની ચમક જાવીકાના હૃદયમાં કાયમ માટે અંકિત થઈ ગઈ.
✍️ ભરત પટેલ ઉમીયા ✍️
મીત્રો આપણે પણ અમૂક જીવન જરૂરિયાત ની વસ્તુ ઓ પાથરણા, લારી, ગલ્લા કે ફેરીયાઓ જોડેથી લેવી જોઈએ 100 ટકા સ્વદેશી અને આપણા દેશની માટી ની સુગંધ આવશે અને એમના ઘર પરિવાર માં પણ તહેવારો ઉજવાશે
ભરત પટેલ ઉમીયા