મુંદ્રાના તુંબડીમાંથી વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો

copy image

copy image

મુંદ્રાના મોટી અને નાની તુંબડીમાં પવનચક્કીમાંથી વાયરની તસ્કરીનો વધુ એક બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, મુંદ્રા ખાતે આવેલ મોટી તુંબડીના સીમ વિસ્તારમાં આવેલ   13 થાંભલામાંથી એલ્યુમિનિયમના 1100 મીટર વાયર જેની કિં. રૂા. 1,10,000ની કોઈ અજાણ્યા ચોર તસ્કરી કરી ફરાર થયેલ છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.