ગાંધીધામમાંથી 31 હજારની રોકડ સાથે છ ખેલીઓની થઈ ધરપકડ
copy image

ગાંધીધામની ગોપાલપુરી વસાહતમાં જાહેરમાં જુગાર રમતા છ જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામની દીનદયાળ પોર્ટ ઓથોરિટીની વસાહત ગોપાલપુરીમાં ગત રાતના અરસામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અહીથી પોલીસે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા છ ઈશમોને 31 હજારની રોકડ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ શખ્સો પાસેથી રોકડ રૂા. 31,550 સહિત તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.