અમદાવાદમાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં યુવાનનું કમકમાટી ભર્યું મોત
copy image

અમદાવાદમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં બીજી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, અમદાવાદમાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયુ છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વેજલપુરમાં રહેતો પાર્થ કલાલ નામનો 25 વર્ષીય યુવાન ગત મોડી રાત્રે પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો તે સમયે GMDC ગ્રાઉન્ડની બહાર BRTSની રેલિંગ નજીક આ બાઈકચાલક રેલિંગ સાથે ધડાકાભેર અથડાતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. બનાવમાં ગંભીર ઇજાઓના પગલે આ યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.