ગાંધીધામમાં વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે રેલીનું આયોજન કરાયું

વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે DTHO શ્રી ડૉ. મનોજ દવે તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ. દિનેશ સુતરીયાના માર્ગદર્શન હેઠળ ગજવાની નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ શ્રીમતિ નિધિબેન શર્માના સહયોગથી ICTC અને FIART રામબાગ તથા તાલુકા હેલ્થ સ્ટાફ દ્વારા HIV એઇડ્સ અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગજવાની નર્સિંગ કોલેજથી શરૂ કરી આદિપુર ગાંધી સમાધી સુધી યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતાં. આ સાથે રામબાગ હોસ્પિટલમાં પણ FIART અને ICTC સ્ટાફ દ્વારા HIV AIDS અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ અને  FIART MO ડૉ. ધૈર્ય બુદ્ધભટ્ટી દ્વારા બાળકોને ફ્રુટ અને એજ્યુકેશન કીટનું વિતરણ કરાયું હતું, જે સાથે આરોગ્ય બાબતે માહિતી આપવામાં આવી હતી.

રાષ્ટ્રીય સ્તરે દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ વિવિધ થીમ પર ઉજવવામાં આવે છે. જેમાં આ વર્ષની થીમ Overcoming disruption, transforming the AIDS response રાખવામાં આવી છે. જેનો અર્થ રૂકાવટો પર કાબૂ મેળવવો, એઇડ્સના જવાબમાં પરિવર્તન લાવવું તેવો થાય છે. વિશ્વ એઇડ્સ દિવસનો મુખ્ય ઉદ્દેશ એઇડ્સ રોગ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. આ દિવસ એઇડ્સથી પ્રભાવિત વ્યક્તિઓના મનોબળને વધારવાની સાથે લોકોને એઇડ્સ નિવારણ વિશે નાગરિકોને માહિતગાર કરવાનો છે.