છેલ્લા પાંચ વર્ષમાં શિકાર કરવાના ઈરાદે ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર સાથે પકડાયેલા આરોપીઓને રૂબરૂ બોલાવી ચેક કરતી SOG પશ્ચિમ કચ્છ-ભુજ

પોલીસ મહાનિર્દેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓએ હાલમાં રાજ્યમાં ગેરકાયદેસર શિકાર કરવાની પ્રવૃતિ ઉપર અંકુશ લાવવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં શિકાર કરવાના ઈરાદે ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર સાથે પકડાયેલા આરોપીઓ ઉપર વોચ રાખી તેમની હાલની પ્રવૃતિ જાણવા આદેશ કરેલ જે અન્વયે એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એમ.ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ

જે અન્વયે એસ.ઓ.જી.ના કર્મચારીઓએ છેલ્લા પાંચ વર્ષમાં ઉપરોક્ત પ્રવૃતિથી સંકળાયેલ કુલ ત્રીસ આરોપીઓનો હાલની પ્રવૃતિ અંગે માહિતી મેળવી તથા તેઓનો સંપર્ક કરી આજરોજ તા.૦૨/૧૨/૨૦૨૫ ના રોજ એસ.ઓ.જી. કચેરી ખાતે હાજર રખાવેલ. હાજર રહેલ તમામ ઈસમોનું એસ.ઓ.જી.ના અધિકારી/કર્મચારીઓ દ્વારા તેમની હાલની પ્રવૃતિથી વાકેફ થઈ આવા ગુના હવે ન આચરવા જરૂરી માર્ગદર્શન આપેલ. તેમજ આપણા ગ્રામ્ય વિસ્તારમાં આવી કોઈ પ્રવૃતિ કરતા ઈસમો ધ્યાને આવ્યેથી એસ.ઓ.જી. ભુજ તથા નજીકના પોલીસ સ્ટેશનને તાત્કાલીક જાણ કરવા સમજ કરવામાં આવેલ.