ભારતીય બનાવટના વિદેશીદારૂનો 1.91 કરોડનો જથ્થો પકડી ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મુંદરા પોલીસ તથા સાયબર સેલ પોલીસ ભુજ

મે.પોલીસ મહાનીરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ના.પો.અધિ.શ્રી ભુજ વિભાગ ભુજ નાઓએ ભારતીય બનાવટના વિદેશીદારૂની પ્રવૃતિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃતિ અટકાવવા માટે સુચના આપેલ.
જે અન્વયે મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.જે.હુંમર સાહેબ નાઓ મુંદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓની ટીમ સાથે મુંદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃતિનો ગેરકાયદેસર જથ્થો મંગાવી વેચનારા ઇસમો પર વોચ રાખવા પેટ્રોલીંગમાં હતા, તેમજ સાયબર સેલ પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી સરહદી રેન્જ ભુજ ના પો.સબ ઇન્સ. એમ.એચ.જાડેજા નાઓ પણ આ બાબતે કાર્યરત હતા. તે દરમ્યાન પો.ઇન્સ. આર.જે.ઠુંમર તથા પો.સબ ઇન્સ. એમ.એચ. જાડેજા નાઓને સયુંક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મુંદરા જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ ગોડાઉન નંબર ૩૩ માં દરશડી ગામના અનિલસિંહ જાડેજા તથા મહિપતસિંહ વાઘેલાનાઓ બહારથી ટ્રક મારફતે વિદેશી બનાવટના અંગ્રેજી પ્રકારના દારૂના જથ્થો અન્ય વ્યક્તિઓ મારફતે મુંદરા ધ્રબ જી.આઈ.ડી.સી. ગોડાઉન નં.૩૩ માં ઉતારવાની પેરવી કરી રહેલ છે. તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળતા તુંરત જ વર્કઆઉટ કરી રેઇડ કરતા બે ઇસમો નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) વિક્રમસિંહ દીલુજી વાઘેલા ઉ.વ.૩૭ રહે.મુજપુર તા.શખેશ્વર જી. પાટણ
(૨) રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ ઉ.વ.૨૫ રહે. જીલ્લા પંચાયતની સામે આશાપુરા ઝેરોક્ષની પાછળ હોનલી કંપાઉન્ડ સુરેન્દ્રનગર
પકડવાના બાકી આરોપી:-
(૧) અનિલસિંહ જાડેજા રહે.દરશડી તા.માંડવી (માલ મંગાવનાર)
(૨) મહિપતસિંહ કિરીટસંગ વાઘેલા રહે.મુજપુર તા.શંખેશ્વર જી.પાટણ(માલ મંગાવનાર)
(૩) અનિલ ઉર્ફે પાંડયા સ/ઓ જગદીશપ્રસાદ રહે. ખાનજીના વાસ જી.સીકર રાજસ્થાન(માલ મોકલનાર)
(૪) ટ્રક રજી.નં RJ-19-GJ-5475 વાળીનો ચાલક
મળી આવેલ મુદ્દામાલ:-
- ભારતીય બનાવટની વિદેશી દારૂ બોટલી તથા બીયર કુલ નંગ-૩૧,૫૦૦ ની કુલ
કિ.રૂા.૧,૭૧,૦૯,૮૪૦/-.
ટ્રક રજી.નં RJ-19-GJ-5475 કિ.રૂ. ૨૫,૦૦,૦૦૦/-
- પીકપ બોલેરો રજી નં.GJ-36-V-1760 કિ.રૂ.૫,૦૦,૦૦૦/-
- આઈસર ટ્રક રજી નં. GJ-12-BZ-8554 કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/-.
- મોબાઈલ નંગ-૦૩ કિ.રૂ.૧૫,૦૦૦/-
- રોકડા રૂપિયા કિ.રૂ.૭૦૦૦/-
- એક લાઈસન્સ, આધાર કાર્ડ, આર.સી.બુક તથા સીમકાર્ડના ખાલી કવર તથા ડેબીટ કાર્ડ કિ.રૂ.00/00
એમ કુલ્લે કિ.રૂ.૨,૧૧,૩૧,૮૪૦/- કબ્જે કરવામાં આવેલ છે.
આરોપીઓની મોડસ ઓપરેન્ડી:-
આરોપીઓ દારૂની હેરફેર કરવા માટે પોલીસ ચેકીંગ સમયે બચવા માટે દારૂના જથ્થા ઉપર ચોખાનુ ભુસુ પેકીંગ કરેલ હાલતમાં રાખતા હતા. સદર રેઇડમાં પકડાયેલ ટ્રકમાં પણ આ પ્રકારના ભુંસાના બાચકા હતા. તેમજ કટીંગ કરીને જે વાહનમાં દારૂ લઈ જવાના હતા તે વાહનમાં પણ આવા ચોખાના ભુસાના બાચકા મળી આવેલ છે.
અન્ય વિગતો:-
આ ગોડાઉન બાબતે તપાસ કરતા પ્રાથમિક રીતે એવુ જાણવા મળેલ છે કે, આ ગોડાઉનના માલિક/કબ્જેદાર શ્રી નરેન્દ્ર મણીલાલ મકવાણા રહે, પ્લોટ નં.૧૬૩ વોર્ડ નં.૬/સી, આદિપુર તથા શ્રી ઓમ ટ્રેડીંગ કંપનીના પ્રોપરાઈટર શ્રી અમીતભાઇ મુકેશભાઇ ચૌહાણ રહે. પ્લોટ નં.૮૭/૮૮ વોર્ડ નં.૪/બી, આદિપુર નાઓ છે. આ બન્ને વચ્ચેનો એક ભાડા કરાર પણ મળી આવેલ છે. જેની તપાસ ચાલુમા છે.
આ બાબતે વધુ કોની કોની સંડોવણી છે અને કેટલા સમયથી આ પ્રવૃતી ચાલુ છે તે અંગે તપાસ થવા સારુ રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે.
કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ:-
આ સરાહનીય કામગીરીમાં મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.જે.ઠુંમર સાહેબ તથા પો.સબ ઇન્સ. એમ.એચ. જાડેજા સાયબર સેલ પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી સરહદી રેન્જ ભુજ તથા પો.સબ ઇન્સ. વી.એમ.ડામોર તથા મુંદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોડાયેલ હતા.