સામખિયાળીમાં અજાણ્યાં વાહને હડફેટે લેતા યુવાને જીવ ખોયો
copy image

ભચાઉ ખાતે આવેલ સામખિયાળીમાં અજાણ્યાં વાહને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત થયું હતું. આ ગોઝારા બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 1ના રાતના અરસામાં ટોલનાકાથી સામખિયાળી જતા પૂલિયા પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહી અજાણ્યાં વાહનના ચાલકે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી બાઈકને હડફેટે લેતા આ અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચતા યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.