બાગાયત ખેડૂતોને આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઇન ક્લેઈમ સબમીટ કરવા જણાવાયું

વર્ષ ૨૦૨૫-૨૬માં વિવિધ ઘટકોમાં સહાય મેળવવા આઇ ખેડૂત પોર્ટલ ૨.૦ પર ઓનલાઇન ક્લેઈમ સબમીટ કરવા આવશ્યક છે. આથી કચ્છ જિલ્લાના બાગાયતદાર ખેડુતોને જણાવવાનું કે, વર્ષ ૨૦૨૫-૨૬ માટે બાગાયત ખાતા દ્વારા અમલી વિવિધ બાગાયતી યોજનાઓ જેવી કે ૧) બાગાયતી ફળપાકો માટે પેકીંગ મટેરીયલ અંતર્ગત સહાય ૨) ઘનિષ્ટ ખેતી પદ્ધતિથી વાવેલ ફળ (આંબા, જામફળ, દાડમ, લીંબુ વગેરે) પાક સહાય ૩) બાગાયતી પાકોમાં વોટર સોલ્યૂબલ ખાતરમાં સહાય ૪) ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવા સહાય ૫) આંબા જામફળ વાવેતર ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ ૬) દાડમ ક્રોપ કવર અને ખારેક બંચ કવર સહાય ૭) હાઇબ્રીડ શાકભાજી વાવેતરમાં સહાય ૮) શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી સહાય ૯) પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનોમાં સહાય (વજન કાંટા/પ્લાસ્ટીક કેરેટ્સ) ૧૦) પ્લાસ્ટીક આવરણ મલ્ચીંગ હેઠળ સહાય ૧૧) કમલમ/ડ્રેગન ફ્રુટ વાવેતરમાં સહાય ૧૨) ફુટ કવર સહાય ૧૩) નારચેની વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ ૧૪) જૂના બગીચાના નવીનીકરણ હેઠળ સહાય ૧૫) ટીસ્યુ કલ્ચર ખારેક વાવેતર સહાય ૧૬) શાકભાજી પાકો માટે કોપ કવર સહાય ૧૭) ફળ પાકોના પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય ૧૮) કાચા/અર્ધ પાકા ટ્રીલીઝ મંડપ સહાય જેવી અનેકવિધ વિવિધ સહાય યોજનાઓમાં કચ્છમાં બાગાયત ખેડૂત દ્વારા થયેલ અરજીઓ સામે ૭૨૨૨ જેટલી અરજીઓને સહાય માટે મંજુરી આપવામાં આવેલ છે. જેની સામે જિલ્લામાં ફક્ત ૧૧૫૫ જેટલી અરજીઓના ઓનલાઈન ક્લેઈમ સબમીટ થયેલ છે. ત્યારે બાકીના મંજુરી મળેલ ખેડૂતોને સમયસર જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન ક્લેઈમ સબમીટ કરવા જણાવવામાં આવ્યું છે. વધુમાં ઓનલાઈન ક્લેઇમ સબમીટ કરવા માટેની માર્ગદર્શિકા આઇ-ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે. ક્લેઇમ સબમીશન માટે જો કોઈ ખેડૂતોને મુશ્કેલી જણાય તો વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં: ૩૨૦ બીજો માળ, બહુમાળી ભવન, ભુજ કચ્છનો સંપર્ક કરવો તેવું નાયબ બાગાયત નિયામકશ્રી ભુજ, કચ્છની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.