કચ્છના ધોરડો સફેદ રણમાં રણોત્સવનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ માટે ભુજથી ધોરડો બસ સેવા શરૂ

કચ્છના ધોરડો સફેદ રણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ તથા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “ધોરડો રણોત્સવ” નું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ વિભાગ દ્વારા કચ્છમાં રણોત્સવનો આનંદ માણવા આવતા પ્રવાસીઓ માટે ભુજથી ધોરડો બસ સેવા શરૂ કરવામાં આવી છે ધોરડો સબરસ બસ સ્ટેન્ડથી વોચ ટાવર પહોંચવા સુધી પ્રવાસીઓને મુશ્કેલી ઉભી ન થાય તે હેતુથી અવર જવર માટે સ્પેશિયલ ૧૦ મીની બસ સેવા શરૂ કરવામાં આવી છે રણોત્સવ દરમિયાન ભુજ થી ધોરડો વચ્ચે એસટી બસો દોડાવવામાં આવશે જેથી રણોત્સવમાં આવતા પ્રવાસીઓને મુસાફરી કરવામાં ખુબજ સરળતા રહેશે