માધાપરના નારી શક્તિ મહિલા મંડળ અને કેવલ હોમ્સની બહેનો છેલ્લા એક વર્ષથી અબોલ જીવની અનોખી સેવામાં ખાડે પગે

આજના યુગમાં માણસને પોતાના માટે પણ પૂરતો સમય નથી ત્યારે માધાપરના નારી શક્તિ મહિલા મંડળ અને કેવલ હોમ્સની બહેનો છેલ્લા એક વર્ષથી અબોલા જીવ માટે અનોખી સેવા કરી રહી છે પોતપોતાની નોકરી ઘરકામ અને જવાબદારીઓ વચ્ચે સમય કાઢીને આ બહેનો દરરોજ અબોલા જીવો માટે ખોરાકની વ્યવસ્થા કરે છે કીડીઓ માટે કીડીયારું, માછલીઓ માટે લોટ, અને શ્વાન તથા ગૌવંશ માટે રોટલા બનાવવાની કામગીરી મહિલાઓ એકત્રિત થઈને સોસાયટીમાં કરે છે અને પ્રેમથી એ અબોલા જીવોને ખવડાવવા જાય છે વરસાદ હોય, ઠંડી હોય કે તડકો 365 દિવસથી એક દિવસ પણ તેઓએ પોતાની ફરજ અધૂરી મૂકી નથી ખરેખર તે માનવતાની જીવંત પ્રેરણા છે અબોલા પ્રાણી બોલી નથી શકતા પરંતુ તેમની આંખોમાંનો આભાર આ મહિલાઓને રોજ નવી ઊર્જા આપે છે આ ઉપક્રમને જોઈ વિસ્તારના ઘણા લોકો પણ પ્રેરાઈ ચૂક્યા છે અને ધીમે ધીમે વધુ લોકો આ જીવદયા અભિયાન સાથે જોડાઈ રહ્યા છે માનવતાનો આ મૌન સંદેશ દરેકના હૃદય સુધી પહોંચે એવો છે સમાજ બદલવા માટે મોટા કાર્ય જરૂરી નથી થોડી કરૂણા પણ અજવાળું ફેલાવી શકે છે

બાઈટ:- તુષારીબેન વેકરીયા કાર્યકર્તા નારી શક્તિ મહિલા મંડળ
બાઈટ:- ગીતાબેન કણજરીયા કાર્યકર્તા નારી શક્તિ મહિલા મંડળ