કુકમા નજીક આશાપુરા ટેકરી પાસે 150 ફૂટ ઊંડા બોરવેલમાં યુવક પડી જતા દોડધામ મચી

કુક નજીક આવેલ આશાપુરા ટેકરી પાસે આવેલ એક વાડીમાં યુવક અંદાજે 150 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હોવાની માહિતી સામે આવી છે. ઘટના અંગે જાણ થતાં જ તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું. બોરવેલમાં ફસાયેલા યુવકની ઓળખ ઝારખંડના યુવાન તરીકે બહાર આવી છે. સ્થળ પર તરત જ ફાયર વિભાગની ટીમ પહોંચીને બોરવેલમાં શોધખોળ આદરી છે. યુવક હજુ જીવીત છે કે નહીં તે સામે આવ્યું નથી પરંતુ સુરક્ષિત બહાર કાઢવા માટે ફાયર વિભાગે ખાસ સાધનોની મદદથી રેસ્ક્યૂ પ્રયાસો કરી રહ્યા છે. સાથે જ આર્મી, પોલીસ, પ્રાંત અધિકારી, મામલતદાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ અને 108 ઈમર્જન્સી સેવા પણ સ્થળ પર પહોંચી ગઈ છે. DySP સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી સમગ્ર રેસ્ક્યૂ કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. બોરવેલનું ઊંડાણ વધારે હોવાથી કામગીરી પડકારજનક બની છે, તેમ છતાં તમામ ટીમો પૂરજોશમાં કામ કરી રહી છે.