“ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સુચના આપવામાં આવેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એચ.આર. જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ નાઓએ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. દરમ્યાન પોલીસ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, સુરજભાઇ વેગડા, લીલાભાઇ દેસાઇ, રાજેશભાઇ ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ગઢવીનાઓ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાજેશભાઇ ગઢવી તથા ભરતભાઇ ગઢવીનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, મગન રાયમલ મહેશ્વરી રહે.લુડવા તા.માંડવી વાળો લુડવા ગામથી દક્ષિણ બાજુએ પીર વાડી વિસ્તારમાં આવેલ પોતાના કબ્જા ભોગવટાની વાડીના ઓરડા પાસે ખુલ્લા ઓટલા પર બહારથી ખેલીઓ બોલાવી ધાણીપાસાનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે અને તેની આ ગે.કા. પ્રવૃતિ હાલે ચાલુમાં છે. જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ધાણીપાસા વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

પકડાયેલ ઇસમો :-

  • લખન બુધીયા મહેશ્વરી ઉ.વ. ૨૯ રહે. બસ સ્ટેશનની બાજુમાં, લુડવા તા.માંડવી કચ્છ
  • હિરાલાલ વેલજીભાઈ મહેશ્વરી ઉ.વ.-૫૧ રહે.લુડવા તા.માંડવી કચ્છ

મનસુખ મેઘજીભાઈ બુચીયા ઉ.વ. ૩૫, રહે. જામથડા તા.માંડવી કચ્છ

  • જીતેન્દ્ર બાબુલાલ ચાવડા ઉ.વ.૩૫ રહે.મિથિલા નગરી, એરપોર્ટ રોડ, ભુજ કચ્છ
  • બિપીન કાન્તીલાલ ગોહિલ ઉ.વ.-૩૮ રહે.ભોલેનાથ પેટ્રોલપંપની સામે, મિરઝાપર, ભુજ કચ્છ મુળ રહે- ભેરૈયા તા.માંડવી કચ્છ

હાજી જુમા ચૌહાણ ઉ.વ.-૫૨ રહે-ભેરૈયા તા.માંડવી કચ્છ

  • નિકુલ કાલીદાસ મકવાણા ઉ.વ.-૫૦ રહે.શીવનગર, માધાપર જુનાવાસ, ભુજ કચ્છ

નાશી ગયેલ ઇસમો :-

મગન રાયમલ મહેશ્વરી રહે.લુડવા તા.માંડવી કચ્છ

  • અબ્દુલ સિધીક સમેજા રહે.લુડવા તા.માંડવી કચ્છ

:• કબ્જે કરેલ મુદામાલ

  • રોકડા રૂપીયા – ૨૦,૮૫૦/-
  • ધાણીપાસા નંગ-૨ કી.રૂ.-00,00/-

મોબાઈલ ફોન નંગ-૦૭, કી.રૂ.૭૫,૫૦૦/-

  • ફોર વ્હીલર કાર કિ.રૂ.-૫,૦૦,૦૦૦/-

એમ કુલ્લે કી.રૂા.૫,૯૬,૩૫૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. ૨૮૧/૨૦૨૫ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.