કચ્છના ધોરડો ખાતે ચાલી રહેલ રણોત્સવમાં ખાનગી રિસોર્ટ માલિકો ગંદકી કરતા હોવાની ફરિયાદ ઉઠી

કચ્છના ધોરડો ખાતે ચાલી રહેલ રણોત્સવમાં ખાનગી રિસોર્ટ માલિકો ગંદકી કરતા હોવાની ફરિયાદ ઉઠી છે ભાડા પટ્ટા ઉપર અપાયેલ જમીનના લીઝ ધારકો નિયમો નેવે મૂકીને પાકા બાંધકામ કરી રહ્યા હોવાની સ્થાનિક લોકોએ કલેકટરને રજુઆત કરી છે વાઈટ રણની પશ્ચિમ બાજુએ લીઝ ઉપર જમીનો ફાળવવામાં આવી છે જે જમીન બનનીની હદ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નવસાધ્ય કરેલ ચરિયાણ જમીનો હોવાથી સ્થાનિક લોકોએ અગાઉ પણ તેનો વિરોધ નોંધાયો હતો અહીંયા આવેલા રિસોર્ટ માલિકો નિયમોનો સરેઆમ ઉલ્લંઘન કરી પાકા બાંધકામ કરી રહ્યા છે સાથોસાથ ગટરના પાણી અને કચરાનો ખુલ્લામાં નિકાલ કરીને ગંદકી ફેલાવી રહ્યા છે કચ્છ કલેકટર દ્વારા વાઇટ રણ થી ધોળાવીરા સુધીના વિસ્તારને નો પ્લાસ્ટિક ઝોન જાહેર કર્યો છે તેમ છતાં પણ રિસોર્ટ માલિકો તેનું ખુલ્લેઆમ ઉલંઘન કરી રહ્યા છે ત્યારે તાત્કાલિક અસરથી તમામ રિસોર્ટ માલિકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર પાઠવામાં આવ્યું હતું

બાઈટ:- અમિર અલી મુતવા સ્થાનિક આગેવાન