લખપત તાલુકાના વિવિધ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવ્યું

લખપત તાલુકાના સાંગણગુના એપ્રોચ, જુમારા સોતાવાંઢ, ખટીયા એપ્રોચ અને જારા હીલ એપ્રોચ રોડ,માણકાવાંઢ એપ્રોચ અને અમીયા એપ્રોચ મહત્વના એવા ૬.૪ કિ.મી.ના ગ્રામ્ય માર્ગ, જેના નવીનીકરણ માટે ગ્રામજનો દ્વારા માંગણી કરવામાં આવી હતી. તે માર્ગ બાબતે અબડાસાના ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા દ્વારા સરકારમાં રજૂઆત કરતાં, ગુજરાત સરકાર દ્વારા લખપત તાલુકાના ૭ વર્ષીય નવીનીકરણ કામો માટે ૩૭૫.૦૦ લાખ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવેલી હતી. મંજૂર થયેલા તમામ માર્ગની કામગીરી માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ લખપત દ્વારા પુર્ણ કરવામાં આવતા ખેડૂતો તથા રહેવાસીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે.