વરસામેડી નજીક માર્ગ ઓળંગનાર યુવાનને કાર ચાલકે હડફેટે લેતા મોત
copy image

અંજારના વરસામેડી નજીક માર્ગ ઓળંગનાર યુવકને કારે અડફેટે લેતાં તેનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, વરસામેડી નજીક આઇ માતા હોટેલ વેલહોમ પાસે યોગેન્દ્ર બસંત યાદવ નામનો યુવાન ઓળંગી રહ્યો હતો તે સમયે અર્ટિગા કારના ચાલકે તેને હડફેટે લેતા આ યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં હતભાગીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.