માધાપરમાં બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત : સદભાગ્યે જાનહાનિ ટળી
copy image

ગત રાત્રે ભુજ તાલુકાનાં માધાપર ગામમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ભુજના માધાપરના વીરાંગના સર્કલ – એચ.પી. પેટ્રોલ પંપ વચ્ચે બે ભારે વાહન ટ્રક અથડાતાં આ ઘટના બની હતી. સદભાગ્યે મોટી જાનહાનિ ટળી હતી. બનાવને પગલે આ સ્થળે ભારે ટ્રાફિક જામ થયો હતો. પોલીસે બનાવસ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી.