ગૌરવની ઐતિહાસિક ક્ષણ : ૮ વર્ષીય ગુજરાતી બાળ કલાકાર પર્વ ઠક્કરએ વધાર્યું કચ્છ તેમજ સમગ્ર ભારતનું ગૌરવ

વિશ્વના યંગેસ્ટ સિંગરનો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ હવે ભારતના પર્વ ઠક્કર ને નામે…..

હાલમાં કચ્છ ગુજરાતના ૮ વર્ષીય પર્વ ઠક્કર (Parv Thacker) ને વિશ્વના યંગેસ્ટ સિંગરનો ગીનીઝ વર્લ્ડ રેકૉર્ડ એનાયત થયો છે. ફક્ત ૧ વર્ષ અને ૩૪૨ દિવસની ઉંમરે લોન્ચ થયેલા સનાતન ધર્મના મંત્રોના તેના આલ્બમ “પર્વ – ધ યગેસ્ટ સિંગર એ રચ્યો આ અનોખો ઈતિહાસ આ બાળ ગાયક અને કલાકાર ગીનીઝ વર્લ્ડ રેકૉર્ડ સ્થાપનાર પ્રથમ કચ્છી વ્યક્તિ બન્યો છે. તેનું આ આલ્બમ ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા ૨૦૧૯ રામ નવમીના અવસર પર વિશ્વભરમાં ૧૫૦ થી વધુ પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં પર્વ એ ૭ મંત્રો ગયેલ છે. જેમાં રામ ધૂન, હનુમાન મંત્ર, જલારામ ધૂન, ઓમ હમ હનુમતે નમા. રામ ધૂન ૧૦૮ જાપ, હનુમાન મંત્ર ૧૦૮ જાપ તેમજ જલારામ ધૂન ૧૦૮ જાય એમ સાત મંત્રોનો સમાવેશ થાય છે. આ આલ્બમમાં તેની બહેન વાચા ઠક્કર (Vacha Thacker) તેમજ પિતા ડૉ. કૃપેશ ઠક્કર (Dr. Khupesh Thacker) એ કોરસ ગાયક તેમજ સંગીતકાર તરીકે યોગદાન આપ્યું હતું. તો પર્વ ની માતા ડૉ. પૂજા ઠક્કર (Dr. Pooja Thacker) એ રેકોર્ડીંગ તેમજ મ્યુઝિક થેરપીની તાલીમ માટે ડૉ. કૃપેશ ને સાથ આપ્યો. આ આલ્બમ સાથે જ ૨૦૧૯માં ભારતના પ્રથમ પારિવારીક સંગીત વૃંદ પર્વ ફ્યુઝન બેન્ડ પણ શરૂઆત કરી ત્યારે હાલ પર્વ ના આ બેન્ડને પણ આ આલ્બમ માટે ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ એનાયત થયો છે. તદુપરાંત વાચા ડૉ. પૂજા અને ડૉ. કૃપેશ ને પણ આ આલ્બમના સહ કલાકાર તરીકે ગીનીઝ વર્લ્ડ રેકૉર્ડ સર્ટિફિકેટ મળ્યો છે.

પર્વની આ સિદ્ધિ એ આ પરિવારની સંઘર્ષથી સફળતાની એક અનેરી યાત્રા છે. પર્વ નો જન્મ ક્લબફૂટ નામની તકલીફ સાથે થયો હતો જેની સારવાર ૭ વર્ષ સુધી ચાલે છે. ત્યારે તેના માતા-પિતા જાણીતા મ્યુઝિક થેરપી ડોક્ટર દંપતીને આ વાતની જાણ ગર્ભાવસ્થા દરમિયાન જ થઈ ગઈ હતી અને તેમણે ગર્ભથી જ પર્વ ને મ્યુઝિક થેરપી આપવાનું અને ભગવદ ગીતા પાઠ વાંચન શરૂ કર્યું હતું. જેના પરિણામે પર્વ બોલતા પહેલા ગાતા શીખી ગયો. ફક્ત દોઢ વર્ષની ઉમરે તેને સનાતન મંત્રો ગાતા જોઈ તેનું રેકોડીંગ કરવાનું નક્કી થયું અને આ રીતે આ આલ્બમ તૈયાર થયું. વધુમાં આ ઠક્કર પરિવાર એ પર્વ ના જન્મ સાથે જ ૨૦૧૭ માં ગિવ વાચા ફાઉન્ડેશન અંતર્ગત ‘ગ્લોબલ ક્લબકુટ અવેરનેસ પૂર્વ’ અને

*મ્યુઝિક થેરપી ફોર ઓલ’ લોકજાગૃતિ અભિયાનની શરૂઆત પણ કરી હતી. જે અંતર્ગત અન્ય અસરગ્રસ્ત બાળકોના માતા-પિતાને માર્ગદર્શન તેમજ સમાજમાં નવજાત બાળકોમાં થતી આ તકલીફ વિષે તેમજ સંગીતથી બૌદ્ધિક વિકાસ વિષે જાગૃતિ ફેલાવવાનું શરૂ કર્યું હતું. જેમાં ૨ વર્ષની ઉમરે પર્વ પણ પોતાની પ્રતિભા થકી જોડાઈ ગયો. અને આ પારિવારીક બેન્ડએ ગિટાર પર ગુંજે ગીતા’ કાર્યક્રમ

Dr. Krupesh Thacker : 8320700347/9265644011 | Email: dr.krupesh@gmail.com

અંતર્ગત ભગવદગીતા પઠન શરૂ કર્યું. આમ એક આલ્બમ સાથે શરૂ થયેલ પર્વ ફ્યુઝન બેન્ડ એ આજ દિન સુધી ૫૦૦ જેટલા કાર્યક્રમ કર્યા છે. ગીનીઝ વર્લ્ડ રેકોર્ડની આ સિદ્ધિ વિષે વાત કરતાં ગીતકાર, સંગીતકાર અને લેખક ડૉ. કૃપેશ એ જણાવ્યું કે “આ વૈશ્વિક સફળતા એ પર્વની ફક્ત વ્યક્તિગત સફળતા નથી પરંતુ સનાતન ધર્મ, ભારતીય સંગીત અને ભગવદ ગીતાની જીવન પરિવર્તનની ક્ષમતાનો અનેરો મહિમા છે. અમારી આ યાત્રા હવે નિરંતર ચાલતી રહશે અને પર્વ સાથે અમે સૌ ક્લબફૂટ અને મ્યુઝિક થેરપી વિષે લોકજાગૃતિ અભિયાન સમગ્ર વિશ્વમાં કરતાં રહીશું. આ વિષે વાત કરતાં આયુર્વેદ વૈધ માતા ડૉ. પૂજા એ ઉમેર્યું કે, બાળકોને ગર્ભથી જો સનાતન ધર્મના શાસ્ત્રો અને મ્યુઝિક થેરપી આપવામાં આવે તો સૌ કોઈ પર્વની જેમ જ અર્જુન બની શકે છે. * આ વિષે ખુશી વ્યક્ત કરતાં પર્વ એ ઉમેર્યું કે, “મારી આ સફળતા અને આ પુરસ્કાર વિશ્વભરના ક્લબફૂટના બાળકો અને દિવ્યાંગ લોકો ને સમર્પિત કરું છું.”

પર્વ કૃપ ગુરુકુલ ખાતે તેના પિતા ડૉ. કૃપેશ ઠક્કર અને માતા ડૉ. પૂજા ઠક્કર પાસેથી અભ્યાસ સાથે સાથે સનાતન ધર્મ તેમજ સંગીત, લેખન અને અન્ય કલાઓની તાલીમ લઈ રહ્યો છે. નાની ઉંમરે તેની આ સિદ્ધિઓ માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, શ્રી હર્ષભઈ સંઘવી તેમજ શ્રી ઋષિકેશ પટેલ એ પ્રશસ્તિ પત્ર આપી તેની સરાહના કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ સુધી પર્વ ઠક્કર એ ૫૦ જેટલા ગીતો ગયેલ છે, તેમજ ૧૫ જેટલા મ્યુઝિક વિડિયોમાં અભિનય કરેલ છે. જેમાં ભક્તિગીતો, દેશભક્તિ તેમજ પારિવારીક ગીતોનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૨૫માં રિલીસ થયેલ પર્વના સાઉન્ડ્સ ઓફ સનાતન: વોલ્યૂમ ૧” સંસ્કૃત આલ્બમ અને -રેઝોનન્ટ રોર ઓફ હનુમાન” ગીતને ગ્રેમી એવોર્ડ્સની ૪ શ્રેણીઓમાં કન્ડીરેશન મળ્યું. પર્તની આ જીવનયાત્રા પર હાલ હિન્દી ફિલ્મ ‘મેં ભી અર્જુન: પર્વ’ તેમજ ગુજરાતી ફિલ્મ ‘નાનકડા પગલાં ભરે હારફાડ’ બની રહી છે.

અંતે સંસ્થાના ટ્રસ્ટી ડૉ. શશિકાંત ઠક્કર અને નયનાબેન ઠક્કર એ જણાવ્યું કે પર્વ ની આ સફર સૌ કોઈ માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહે અને અન્ય લોકો પણ અર્જુન બની સનાતનની સેવા કરે એ જ આ ઉપલબ્ધિનો ધ્યેય છે.

YouTube: https://www.youtube.com/@Parv Thacker (43000+ subscribers)

Facebook: https://www.facebook.com/ParvKThacker (21000 followers)

Instagram: https://www.instagram.com/Parv Thacker (7000+ followers)

Website: https://ParvThacker.com Global Project: Global Clubfoot Awareness Parv