જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ તથા LCB ભુજએ સંયુકત રીતે ખનિજ ચોરીનો કર્યો પર્દાફાશ

જિલ્લામાં ખનિજ ચોરીને અટકાવવા જિલ્લા કલેકટરશ્રી, કચ્છ દ્વારા રચના કરવામાં આવેલ જિલ્લા ટાસ્ક ફોર્સ ટીમ તથા લોકલ ક્રાઈમ બ્રાંચ, ભુજની સંયુકત ટીમ દ્વારા તા.૨૩/૧૨/૨૦૨૫ ના રોજ ભુજ-ભચાઉ હાઈવે ઉપર, નાડાપા ગામના ફાટકથી પથ્થર બાજુએ ખનીજનું ગેરકાયદેસર વહન કરતી કુલ-૪ ટ્રક પકડવામાં આવેલ. જેમાં ટ્રક નાં.GJ-12-AZ-3859 અને GJ-01-DY-3673 વાળીમાં અંદાજીત કુલ ૪૦ મેટ્રીક ટન સિલિકા સેન્ડ રોયલ્ટી વગર ભરેલ હતી. જેના ડ્રાઈવર કોલી પપ્પુ રમેશ અને જુસબ ગગડાની તપાસ કરતાં આ ગાડીઓના માલિક મામદ હુશેન રમજાન જત અને ત્રીકમ ગોપાલ કેરાસીયા હોવાનું જણાયેલ.રોયલ્ટી વગર ગેરકાયદેસર લઈ જવાતી સિલિકા સેન્ડની ૨ ટ્રક જેની અંદાજીત કિંમત રૂા.૨૪ લાખ સાથેનો મુદામાલ કબજે લઈ પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે રાખેલ અને આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

આ સાથે અન્ય ૨ ટ્રક જેમાં ઓવરલોડ અંદાજીત ૬ મેટ્રીક ટન ચાઈના કલેથી ભરેલ. ४ ८५ नं.GJ-03-AZ-4623 अने GJ-01-KT-4662 वाणी ५५ऽवामां आवे. आ ट्रश्ना ડ્રાઈવર ભરત કાગી અને પાંચા ભીમા કોલીની તપાસ કરતાં ટ્રકો સચીન વાણીયા અને મોહન ગાગલની માલિકીની હોવાનું જણાઈ આવેલ. ઓવરલોડેડ ચાઈના કલેની ગાડીઓ પાસેથી સ્થળ ઉપર દંડની વસુલાત કરવામાં આવેલ.