પગપાળા જઈ રહેલ આધેડને ટ્રેઇલરે હડફેટે લેતા મોત

ગાંધીધામમાં પગપાળા જઈ રહેલ 57 વર્ષીય આધેડને ટ્રેઇલરે હડફેટે લેતા મોત થયું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ,ગત તા. 20/12ના સવારના અરસામાં કાર્ગો શહેરના જી.આઇ.ડી.સી.-એ.વી. જોશી વર્કશોપ નજીક ઝૂંપડપટ્ટીમાં રહેનાર હતભાગી એવા મેવાભાઇ ધનજી દેવીપૂજક વેપાર કરી રાત્રે તે લારી લઇને પરત ઘરે જઈ રહ્યા હતા તે સમયે   કાર્ગો-પીએસએલ સામે શિવમંદિર નજીક સર્વિસ રોડ પર પહોંચતા બેફાફ આવતા ટ્રેઇલરએ તેને હડફેટે લેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આધેડને વધુ સારવાર મળે તે પૂર્વે જ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.